મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનનું અપહરણ કરીને બે શખ્સોએ માર માર્યો


SHARE









વાંકાનેરમાં યુવાનનું અપહરણ કરીને બે શખ્સોએ માર માર્યો

વાંકાનેરમાં રહેતા યુવાનને સાહેદે અગાઉ કરેલ અરજીનો ખાર રાખીને ધમકી આપી હતી અને એક્ટિવામાં બેસાડીને યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ત્યાં લાકડાના ધોકા વડે યુવાનને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરના વેલનાથપરા ભારત ઓઇલ મિલની પાછળના ભાગમાં રહેતા હાર્દિકભાઈ પરસોત્તમભાઈ સરાવડીયા (23)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે શામજીભાઈ ઉર્ફે શ્યામ દિનેશભાઈ દેલવાડીયા રહે વેલનાથ પરા અને રોકુ કોળી રહે. વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીને આરોપીના મોટાભાઈના ઘરે અવાર નવાર જવાનું થતું હોય તેમજ સાહેદે આરોપી વિરુદ્ધ અરજી કરેલ હોય જે બાબતનો ખાસ રાખીને આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી હતી અને બાદમાં એકટીવામાં બેસાડીને ફરિયાદીનું અપહરણ કરીને તેને લઈ ગયા હતા અને ત્યાં તેને ગાળો આપીને લાકડાના ધોકા વડે શરીરે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

કાર અને બાઇક વચ્ચે અકસ્માત

હળવદ ખાતે રહેતો અજયસિંગ બલવંતસિંગ મૌર્ય (24) નામનો યુવાન બાઇક લઈને માળીયા હળવદ હાઇવે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News