મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ગામે બાલદાઢીના રૂપિયા બાબતે બોલાચાલી કરીને યુવાનને માર માર્યો


SHARE









વાંકાનેરના જોધપર ગામે બાલદાઢીના રૂપિયા બાબતે બોલાચાલી કરીને યુવાનને માર માર્યો

વાંકાનેરના જોધપર ગામે રહેતા યુવાન પાસે બાલદા દાઢીના રૂપિયા લેવાના બાકી હોય તે રૂપિયાની માંગણી કરી હતી જેથી યુવાને પૈસા આપી દઈશ તેવું કહ્યું હતું ત્યારે સામેના વ્યક્તિએ ઉશ્કેરાઈ જઈને યુવાનને ગાળો આપી હતી અને શરીરે ઢીકાપાટુનો માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના જોધપર ગામે રહેતા વિજયભાઈ લખુભાઈ સોલંકી (36)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અર્શદભાઇ આરીફભાઇ ઉર્ફે હકાભાઇ ભટ્ટી રહે. જોધપર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી પાસે આરોપી બાલ દાઢીના પૈસા માંગતા હતા જેથી આરોપીએ ફરિયાદી પાસે બાલ દાઢીના પૈસા માંગ્યા હતા ત્યારે ફરિયાદી પૈસા આપી દઈશ તેવું કહ્યું હતું જેથી કરીને આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને ગાળો આપીને જપાજપી કરી હતી અને શરીરે ઢીકાપાટુનો માર મારીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરેલ સી હે જેથી યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

હળવદ તાલુકાના માથક ગામે વાડી વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં માથક ગામે રહેતા ધીરુભાઈ માધુભાઈ દેવીપુજક (40) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે પ્રથમ ચરડવા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News