તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસે સ્કોર્પિયોના ચાલકે ઉડાવતા રોડ ક્રોસ કરીને ચા પીવા જતાં ટ્રક ડ્રાઈવરને ગંભીર ઇજા


SHARE









વાંકાનેર બાઉન્ડ્રી પાસે સ્કોર્પિયોના ચાલકે ઉડાવતા રોડ ક્રોસ કરીને ચા પીવા જતાં ટ્રક ડ્રાઈવરને ગંભીર ઇજા

ધોરાજીના આધેડ ટ્રકમાં માલ ભરીને દહેજ તરફ જઈ રહ્યા હતા ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટ્રક ઊભો રાખીને રોડ ક્રોસ કરીને ચા પીવા માટે જતા હતા ત્યારે ચોટીલા તરફથી આવતી સ્કોર્પિયો ગાડીના ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને માથા, ડાબા ખભા, પાંસળી, પેટ અને કમરના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં ઇજાગ્રસ્ત આધેડના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણી સ્કોર્પિયો ગાડીને ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ધોરાજી ખાતે રહેતા જોસનાબેન દિનેશભાઈ કલોલા (54)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણી સ્કોર્પિયો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પતિ દિનેશભાઈ ઓધવજીભાઈ કલોલા પોતાના હવાલા વાળો ટ્રક નંબર જીજે 12 વાય 9395 લઇને બાયોકોલ ભરીને ધોરાજીથી દહેજ ગામ તરફ જવા માટે નીકળ્યા હતા ત્યારે ગત તા. 29/3 ના રાત્રીના પોણા બે વાગ્યાના અરસામાં વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ બિસ્મિલ્લા હોટલ સામે તેઓ  પોતાનો ટ્રક રોડ સાઈડમાં ઉભો રાખીને રોડની સામેની સાઈડમાં આવેલ ચા ની હોટલે તેઓ ચા પીવા માટે થઈને રોડ ક્રોસ કરીને જઈ રહ્યા હતા દરમિયાન ચોટીલા તરફથી આવતી અજાણી સ્કોર્પિયો ગાડીના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી ફરિયાદીના પતિને માથા, ડાબા ખભા, પાંસળી, પેટ અને ડાબી બાજુ કમરમાં ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા આધેડના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News