મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ
Breaking news
Morbi Today

ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર


SHARE







ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર

વર્તમાન સમયમાં લોકો આરોગ્ય પ્રત્યે જાગૃત થયા છે અને આયુર્વેદ તરફ પાછા વળી રહ્યા છે ત્યારે મોરબીમાં શનાળા ગામે આવેલ પટેલ સમાજવાડી ખાતે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં આરોગ્યપ્રેમી લોકો આવ્યા હતા અને આરોગ્ય કથાનો લાભ લીધેલ હતો.

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજવાડી ખાતે પ્રખ્યાત વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કર્યું હતું જેમાં મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આરોગ્યપ્રેમી લોકો આવ્યા હતા અને આરોગ્ય કથાનો લાભ લીધેલ હતો ત્યારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાએ આરોગ્ય કથામાં લોકોને કહ્યું હતું કે, જો દરેક વ્યક્તિ તેના જીવનમાં રૂટિન લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ કરે તો તેને ઉતમ સ્વસ્થ્ય મળી શકે છે. ખાસ કરીને ખાવા અને પીવાની બાબતમાં તેઓએ કહ્યું હતુ કે, ખોરાકને ચાવી ચાવીને ખાવો અને પાણીને નિરાંતે પીવામા આવે તો પણ લોકોને અનેક બીમારીમાંથી રાહત મળી શકે છે.

આટલું જ નહીં પરંતુ ઘણી વખત લોકોને ડોક્ટર દ્વારા ઓપરેશનનું કહેવામા આવે છે ત્યારે સીધું જ ઓપરેશન કરાવતા પહેલા જો એક વખત આયુર્વેદ નિષ્ણાંતની સલાહ લેવામાં આવે તો કદાચ દર્દીને ઓપરેશન વગર પણ સારું થઈ શકે છે. આટલું જ નહીં યોગ પ્રાણાયામ કરવામાં આવે અને નાની નાની બાબતોમાં જો કાળજી રખવામાં આવે તો ઋતુજન્ય રોગોમાંથી પણ લોકોને મુક્તિ મળી શકે છે જેથી તેના માટેની ટિપ્સ પણ તેઓ દ્વારા આપવામાં આવી હતી. ઉલેખનીય છે કે, આ કથામાં આવેલા તમામ લોકો આરોગ્ય પ્રત્યે એટલા જાગૃત હતા કે તેઓ પોતાના મોબાઈલ ફોન સાયલન્ટ કરીને કથામાં આવ્યા હતા અને કથામાં આવેલ લોકોને ગળો કટીંગનગોડ કટીંગબીલ્વફળ તથા ગરમાળાની શીંગ ફ્રીમાં આપવામાં આવી હતી તેમજ વૈદ્ય કોરડિયાભાઈ તરફથી મફત આંખમાં નાખવાના ટીપાં (નેત્ર બિંદુ) આપવામાં આવ્યા હતા.

સાથોસાથ કથા સ્થળ પાસે માટીની તાવડી, પાટીયા, કુંડાદેશી ઘાણીનુ કાળા તથા સફેદ ઓર્ગેનિક તલનું તેલ, કોપરેલ તેલ, મગફળીનું તેલઆયુર્વેદ પાવડર ચુર્ણહરડે બહેડા આમળા અરીઠા શિકાકાઈ ત્રિફળા ચૂર્ણસંચળ પાવડરસિંધાલૂણએલોવેરાલીમડોતુલસીકેસુડાના સાબુફુલ છોડના કલમી રોપા ૨૬ પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દેશી ખાતર, ઈન્ડોર આવુટડોર પ્લાન્ટઓર્ગેનિક મેથીદવા વગરના શાકભાજીફળદેશી ગીર ગાયનું ઘી-દૂધ બોટલમુખવાસ વગેરેનું વેચાણ માટેના સ્ટોલ પણ રાખવામા આવ્યા હતા. 






Latest News