મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ
Breaking news
Morbi Today

હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય


SHARE







હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય

હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જો કે, તેની અસર ભારત ઉપર પણ થવા લાગી છે જેથી કરીને વડાપ્રધાન દ્વારા પેટ્રોલ અને ડિઝલને બચાવવા સહિતની જુદીજુદી પાંચ અપીલ કરી હતી જેને ધ્યાને રાખીને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા હવે પાઇલોટિંગ સાથે નહીં રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સિકંદરાબાદ ખાતે એક જનસભાને સંબોધતા જુદીજુદી અપીલ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને પેટ્રોલ અને ડિઝલને બચાવવા માટે કહ્યું ત્યારે મોરબીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા તેઓને મળતું પાઇલોટિંગ ન લેવાની જાહેરાત કરેલ છે અને તેઓએ કહ્યું છે કે, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના લીધેલ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ડીઝલ બચાવવા માટેની અપીલ કરેલ છે જેથી તેઓ દ્વારા હવે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલતા યુધ્ધની સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી તેઓ પાઇલોટિંગ લેશે નહીં તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે, એક જિલ્લામાંથી બીજા જીલ્લામાં જાય છે ત્યારે પાઈલોટિંગનું એક વાહન આવે અને બીજું પાછું જતું હોય છે જેના લીધે ચાર ગણું ડીઝલ બગડે છે અને માનવ કલાકો પણ બગડે છે જેથી કરીને તેઓએ હાલમાં ડીઝલનો બચાવ થાય તેના માટે આ નિર્ણય કર્યો છે.






Latest News