મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી


SHARE









મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી

મોરબી તાલુકાના ઘૂટું ગામે પંચવટી સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલાએ અગાઉ ગોળાનું ઓપરેશન કરાવ્યું હતું અને તેને દુખાવો થતો હતો દરમિયાન તેની પુત્રવધુએ વાસણ માંજવા જવા માટે તેને કહ્યું હતું જો કે, વૃદ્ધે વાસણ માંજવાની ના પાડતા તે બાબતે તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને વૃદ્ધને તેની પુત્રવધૂએ હાથમાં મારમારીને ફ્રેક્ચર કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્ત સાસુએ સારવાર લીધા બાદ તેની પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના ઘૂટું ગામે પંચવટી સોસાયટીમાં રહેતા ગૌરીબેન અમૃતલાલ સોરીયા (67)એ હાલમાં તેની પુત્રવધુ ભાવનાબેન પ્રશાંતભાઈ સોરિયા રહે. પંચવટી સોસાયટી ઘૂટું વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓએ પાંચેક વર્ષ પહેલાં કમરના ભાગે ગોળાનું ઓપરેશન કરાવ્યું હતું જેનો દુખાવો રહેતો હતો અને તેઓની પુત્રવધુએ તેઓને તા. 10/5 ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં વાસણ માંજવા માટે કહ્યું હતું જોકે ફરિયાદીને દુખાવો વધુ થતો હોવાથી તેઓએ વાસણ માંજવાની ના પાડી હતી જે તેઓની પુત્રવધુને સારું નહીં લાગતા તેણે ફરિયાદીને ગાળો આપીને હાથ મરડી નાખ્યો હતો અને હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ સાસુએ સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News