મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી : ધો.૯ થી ૧૨ નાં વિધાર્થીઓ માટે ક્વિઝ યોજાશે, કરોડોના ઇનામો અપાશે


SHARE













મોરબી : ધો.૯ થી ૧૨ નાં વિધાર્થીઓ માટે ક્વિઝ યોજાશે, કરોડોના ઇનામો અપાશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા ધોરણ ૯ થી ૧૨ નાં વિધાર્થીઓ માટે ક્વિઝ યોજાય છે જેના દ્રારા વિધાર્થીઓને રૂપીયા એક કરોડ ઈનામ જીતવાની તક રહેલી છે.

આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લો ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર  દ્વારા (સરકારી- ગ્રાન્ટેડ- સ્વનિર્ભર  માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓ તમામ) ધોરણ ૯ થી ૧૨ માં  અભ્યાસ કરતાં વિધાર્થીઓ માટે સ્ટેમ સાયન્સ, ટેકનોલોજી , એન્જિનિયરિંગ અને મેથેમેટીક્સ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવા મા આવેલ છે. સ્પર્ધા અંગેની જાહેરાત શિક્ષણ અને વિજ્ઞાન અને પ્રૌધિગિકી વિભાગનાં માનનીય મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા તા.૧૯ ડિસેમ્બરનાં રોજ કરવાં માં આવી હતી.આ સ્પર્ધા સૌ પ્રથમ ઓનલાઇન  માધ્યમથી જિલ્લા લેવલે અને ત્યાર બાદ ફેબ્રુઆરીમાં ગુજરાત સાયન્સ સીટી અમદાવાદ ખાતે ગ્રાન્ડ ફિનાલે યોજાશે. જેમાં ટોચના બે હજાર વિધાર્થીઓને ગુજરાત સાયન્સ સીટી અમદાવાદ  ખાતે નીઃશુલ્ક ટુર કરાવવામાં આવશે અને વિજેતા વિધાર્થીઓને કરોડોના ઈનામ આપવામાં આવશે.જેમાં ભાગ લેવાં માટે  http // gujcost. co.in/ પર  ફરજીયાત રજિસ્ટ્રેશન  કરાવવાનું રહેશે સ્પર્ધામા રજિસ્ટ્રેશન માટે (Registration link: https://gujcost.co.in/)

 છેલ્લી તા.૧૯-૧-૨૨ છે .રજિસ્ટ્રેશન કરેલ વિધાર્થીઓને સમજણ માટે સોફ્ટ કોપી મા પ્રશ્નબેંક આપવામાં આવશે. આ સ્પર્ધામા રજિસ્ટ્રેશન માટે કોઈ પણ પ્રકાર ની ફી  રાખેલ નથી.ક્વિઝ ગુજરાતી, અંગ્રેજી ભાષામા યોજાશે .મોરબી જિલ્લામાંથી ભાગ લેવા માંગતા વિધાર્થીઓને વધુ માહિતી માટે "આર્યભટ્ટ"  લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી.ટેક. હાઈસ્કૂલ રૂમ નંબર ૨૦૨ મોરબીના દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) અથવા એલ. એમ. ભટ્ટ (મો.9824912230)નો સંપર્ક કરવાનો રહેશે.




Latest News