અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી


SHARE







મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ માહાપાલિકા હસ્તકના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શુદ્ધ કરવામાં આવતું પાણી ત્યાં તળાવમાં છોડવામાં આવે છે જો કેજે તળાવમાં હાલમાં પાણી છોડવામાં આવે છે તેનો એક બાજુનો પાળો તોડી નાખવામાં આવેલ છે જેથી કરીને હાલમાં એક બે નહીં પરંતુ લગભગ 10 થી 15 જેટલા ખેડૂતોના ખેતરની અંદર પાણી ભરાઈ ગયા છે જેથી તેઓ ચોમાસુ પાક લેવા માટે પોતાના ખેતરમાં વાવેતર ન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

મોરબી શહેરી વિસ્તારમાંથી નીકળતા ગટરના પાણીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ કરીને ખેડૂતોને ખેતી માટે થઈને તે પાણી આપવામાં આવે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને મોરબીના પંચાસર રોડ ઉપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે અને નગરપાલિકા વખતે બનાવવામાં આવેલ 24 એમએલડી પાણીના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આજની તારીખે 12 થી 13 એમએલડી જેટલું પાણી ટ્રીટમેન્ટ કરીને શુદ્ધ કરવામાં આવે છે અને તે પાણીને ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમાં બનાવવામાં આવેલ તળાવમાં ભરવામાં આવતુ હોય છે જોકેહાલમાં તળાવનો એક બાજુનો પાળો તોડી નાખવામાં આવ્યો છે જેથી આ પાણી તળાવની પાછળના ભાગમાં આવેલ એક કે બે નહિ પરંતુ 10 થી 15 જેટલા ખેડૂતોના ખેતરની અંદર ભરાઈ જાય છે જેથી કરીને ખેડૂતો તેના ખેતરમાં વાવેતર ન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

હાલમાં મનસુખભાઈ પરમાર, લાલજીભાઈ નકુમ સહિતના ખેડૂતો પાસેથી મળતી વિગત પ્રમાણે તેઓ પોતાના ખેતરમાં ચોમાસા પહેલા વાવેતર કરીને દર વર્ષે સીઝનમાં ચોમાસું એક જ પાક લેતા હોય છે જોકે હાલમાં છેલ્લા બે થી ત્રણ મહિનાથી આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતું પાણી તેઓના ખેતરમાં ભરાઈ રહેતું હોવાના કારણે તેઓ ચોમાસું પાક ન લઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે વધુમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઇન્ચાર્જ ઇજનેર વિપુલભાઇ સિંધવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અગાઉ વાવડી ગામ સુધી અહીંના તળાવમાંથી પાણી લઈ જઈને ખેડૂતો દ્વારા 1000 વીઘા જેટલી જમીનમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો જો કેખેડૂતો દ્વારા હવે ખેતી માટે પાણી ઉપાડવામાં આવતું નથી જેથી તળાવ ભરાઈ જાય છે.

ટ્રીટમેન્ટ પ્લાન્ટની પાછળના ભાગમાં જે તળાવમાં પાણી ભરાતું હતું તે જગ્યા ઉપર હાલમાં મહાપાલિકાનો સ્ટોર વિભાગ બનાવવા માટે બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેથી ત્યાં પાણી ન આવે તે માટે તળાવનો એક બાજુનો પાળો તોડવામાં આવ્યો છે જેથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે. જોકે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે થઈને હાલમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ખેડૂતોના ખેતરમાં પાણી ન ભરાય અને ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ કરાયેલ પાણીનો સિંચાઇ માટે ઉપયોગ થાય તેના માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. #morbi #cmogujrat






Latest News