મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ


SHARE









ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ

ટંકારા તાલુકાનાં મીતાણા ડેમની કેનાલ પર કાયમી વાલ્વ મૂકવામાં આવેલ અને ત્યાંથી મીતાણા નદીમાં પાણી છોડવામાં આવે તેવી શ્રી ભૂતકોટડા ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં ભૂતકોટડા ગ્રામ પંચાયત દ્વારા જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, તેઓનો વિસ્તાર ખેતી આધારિત છે અને મીતાણા ડેમની કેનાલ પર કાયમી વાલ્વ મૂકીને મીતાણા નદીમાં પાણી છોડવામાં આવે તો ખેતી અન એ ખેડૂતને સિંચાઇ માટેનું પાણી મળી રહેશે અને સુકી પડી રહેલી જમીન ફળદ્રુપ થશે. જેથી મીતાણા ડેમની કેનાલ ઉપર કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. જો પાણી નદીમાં છોડવામાં આવશે તો ચોમાસા ઉપરાંત શિયાળુ પાક પણ ખેડૂતો લઈ શકશે. આમ ખેડૂતો અને ખેતી બંને સમૃદ્ધ બનશે. #morbi




Latest News