મોરબીના જીતવા સિરામીકની ઓરડીમાં જુગાર રમતા પાંચ શખ્સો ૯.૦૧ લાખના મુદામાલ સાથે પકડાયા
માળીયા(મિં.) પોલીસે હાઇવે ઉપરથી ૪૬૮ બોટલ દારૂ ભરેલ ક્રેટા કાર સાથે એકને દબોચ્યો, એકની શોધખોળ
SHARE









માળીયા(મિં.) પોલીસે હાઇવે ઉપરથી ૪૬૮ બોટલ દારૂ ભરેલ ક્રેટા કાર સાથે એકને દબોચ્યો, એકની શોધખોળ
થર્ટી ફસ્ટની ઉજવણી કરવા માટે દારૂની હેરફેરી કરવામાં આવતી હોય છે ત્યારે માળીયા મીંયાણા હાઈબે ઉપરથી દારૂ ભરેલી કાર પસાર થવાની છે તેવી હક્કિત મળી હતી જેના આધારે સ્ટાફ વોચમાં હતો ત્યારે બાતમી મુજબની નીકળેલી ક્રેટા કારને અટકાવીને તેની તલાસી લેવામાં આવી હતી ત્યારે કારમાંથી જુદી-જુદી બે બ્રાન્ડની કુલ મળીને ૪૬૮ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ, કાર અને મોબાઇલ સહીત કુલ મળીને રૂા.૧૬.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કારમાં બેઠેલા શખ્સની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો મંગાવનાર વસીમને શોધવા ચક્રો ગતિમાન કરાયા છે. તેમજ હાલમાં પકડાયેલ ઇસમ માલ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.
થર્ટી ફસ્ટ નવા વર્ષની ઉજવણી સમયે મોરબી જીલ્લામાં દારૂબંધીનો અમલ થાય તે માટે ખાસ ડ્રાઇવ રાખેલ છે ત્યારે માળીયા પીએસઆઇ એન.એચ.ચુડાસમાને મળેલ ખાનગી બાતમી આધારે માળીયા મીયણા નેશનલ હાઇવે ઉપરથી પસાર થતી ક્રેટા કાર રોકીને ચેક કરવા આવી હતી ત્યારે કારમાથી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની મેકડોવલ્સ નં-૧ બ્રાન્ડની કુલ ૩૬૦ બોટલો જેની કિંમત ૧,૩૫,૦૦૦ અને રોયલ ચેલેન્જ બ્રાન્ડની ૧૦૮ બોટલો જેની કિંમત ૫૪,૦૦૦ તેમજ હુન્ડાઇ કંપનીનો ક્રેટાકાર નંબર જીજે ૩૬ એસી ૫૧૫૫ જેની કિંમત રૂપીયા ૧૫,૦૦,૦૦૦ અને સેમસંગ કંપનીનો મોબાઈલ જેની કિંમત ૪,૦૦૦ આમ કુલ મળીને ૧૬.૯૩ લાખના મુદામાલ સાથે પોલીસે કારમાં વિદેશીદારૂની હેરાફેરી કરી રહેલ ફેઝલ મહેમુદભાઇ શેખ જાતે લંઘા (ઉ.૨૩) રહે. હાલ નર્મદા હોલની બાજુમા હેતલ ડેરીવાળી શેરી કાલીકા પ્લોટ મોરબી મુળ રહે. રતનબાઇ મસ્જીદ એરીયા લંઘાનો ઢાળીયો જામનગર વાળો પકડાયો હતો અને તેની પાસેથી માલ મંગાનારા વસીમ યુનુસ પલેજા રહે. કાન્તીનગર વસુંધરા હોટલ પાછળ મોરબી-૨ વાળાનું નામ સામે આવ્યું હોવાથી પોલીસે તેને પકડવા તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી પીએસઆઇ એન.એચ.ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજાએ કરી હતી.
