મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સલૂનમાં વાળ કપાવા આવેલા શખ્સે વારા બાબતે પિતા-પુત્રને માર મારવાના બનાવમાં હવે બે શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં સલૂનમાં વાળ કપાવા આવેલા શખ્સે વારા બાબતે પિતા-પુત્રને માર મારવાના બનાવમાં હવે બે શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ અશોક હેર સલૂન નામની દુકાનમાં વાળ કપાવવા માટે થઈને આવેલ શખ્સે વારો લેવા બાબતે દુકાનદાર તથા તેના પિતા સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ બે શખ્સો દુકાને આવ્યા હતા અને દુકાનદારને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે સમગ્ર ઘટના દુકાનમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તે વિડીયો વાયરલ થયો હતો ત્યાર બાદ હાલમાં પોલીસે દુકાનદારે નોંધાવેલ ફરિયાદ આધારે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગરમાં રહેતા પ્રશાંતભાઈ અશોકભાઈ લાંઘણોજા (25)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્યારૂ દાદુભાઇ પરમાર રહે. દલવાડી સર્કલ મોરબી તથા આકાશ નામનો શખ્સ આમ કુલ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 13/5 ના રાત્રીના નવે વાગ્યાના અરસામાં પ્યારૂ પરમાર ફરિયાદીની દુકાને વાળ કપાવવા માટે થઈને આવ્યો હતો અને ત્યારે વાળ કાપવામાં વારો લેવા બાબતે દુકાનદાર સાથે માથાકૂટ કરી હતી અને ત્યારબાદ બંને આરોપીઓ ફરી પાછા ફરિયાદીની દુકાને આવ્યા હતા અને ત્યાં વાળ કાપવાના વારા બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને દુકાનદાર તથા તેના પિતાને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ફરિયાદી તેમજ તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યાર બાદ હવે પોલીસે ભોગ બનેલા દુકાનદારની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News