મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

વર્તમાન સમયમાં દીકરીઓને શું ધ્યાન રાખવું તેનું મોરબીમાં સચોટ માર્ગદર્શન આપતા વક્તા અંકિતાબેન મુલાણી 


SHARE









વર્તમાન સમયમાં દીકરીઓને શું ધ્યાન રાખવું તેનું મોરબીમાં સચોટ માર્ગદર્શન આપતા વક્તા અંકિતાબેન મુલાણી 

મોરબીમાં આવેલ કન્યા છાત્રાલય ખાતે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ઉમા સંસ્કારધામ મહિલા મંડળ દ્વારા સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પહેલા દિવસે જાણીતા વક્તા અંકિતાબેન મુલાણીએ સોશ્યલ મીડિયાના યુગમાં દીકરીઓએ કઈ કઈ બાબતોનું ધ્યના રાખવું જોઈએ તેની ઉદાહરણો સાથેથી સચોટ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.

મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ઉમા સંસ્કાર ધામ મહિલા મંડળ દ્વારા તા. 18 અને 19 મેં ના રોજ રાત્રે કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખાસ કરીને સ્ત્રીઓના સંસ્કાર, સમાજ નિર્માણમાં તેમની ભૂમિકા અને આધ્યાત્મિક માર્ગદર્શન વિષે ચર્ચા કરવામાં આવી રહી છે. ગઇકાલે આ કાર્યક્રમના પહેલા દિવસે જાણીતા વક્તા અંકિતાબેન મુલાણીએ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજર રહેલા બહેનો અને દીકરીઓને માર્ગદર્શન આપ્યું હતું જેમાં ખાસ કરીને ગુજરાત કે દેશમાં બનેલી વાસ્તવિક ઘટનાઓ કે જેનથી મોટાભાગે મહિલાઓ અજાણ હતી તેની માહિતી આપી હતી અને ખાસ કરીને દીકરીઓએ સોશયલ મીડિયાના યુગમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાની જરૂર છે અને મહિલાઓએ પણ પોતાની દીકરીઓની સહેલી બનીને તેની સાથે કેવુ વર્તન કરવું જોઈએ તેની વિષેની ઉદાહરણ સાથેની સચોટ વાત કરી હતી. જો કે, આજે કાર્યક્રમના બીજા દિવસે બ્રહ્માકુમારી ડો. દામિનીદીદી દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવશે જેથી વધુમાં વધુ બહેનોને તેનો લાભ લેવા આયોજકોએ જણાવ્યુ છે.




Latest News