વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ખેડૂતોમાં ભારે આક્રોશ: મોરબીના પીલુડી ગામે વીજ પોલ ઊભા કરવા આવેલ ખાનગી કંપનીના માણસોને વિલા મોઢે પાછા કાઢ્યા


SHARE











ખેડૂતોમાં ભારે આક્રોશ: મોરબીના પીલુડી ગામે વીજ પોલ ઊભા કરવા આવેલ ખાનગી કંપનીના માણસોને વિલા મોઢે પાછા કાઢ્યા

મોરબીના પીલુડી ગામ પાસેથી ખાવડાથી હળવદ તરફ જતી 765 કેવી હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ ખાનગી કંપનીની વીજ લાઈનનું કામ ચાલી રહ્યું છે અને તે કામની સામે ખેડૂતો દ્વારા કલેક્ટરના હુકમને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવેલ છે અને જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાંથી સિવિલ કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી ખેડૂતોના ખેતરમાં કંપની દ્વારા કામ ન કરવામાં આવે તેવી માંગ સાથે કંપનીના કોન્ટ્રાકટરને ખેતરેથી પાછા કાઢવામાં આવ્યા હતા.

મોરબી જીલ્લામાં જેટલી પણ ખાનગી કંપનીની વીજ લાઈનો પાથરવા માટે વીજ પોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જો કે ખેડૂતોને કેટલું વળતર મળશે તેની કોઈ ચર્ચા કરવામાં આવી નથી જેથી આ કામનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમ્યાન મોરબીના પીલુડી ગામે વીજ પોલનું કામ ખેડૂતોએ રોકવી દીધું હતું જો કે, પાછા કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા હાલમાં ખેતરની અંદર જઈને કામગીરી શરૂ કરવામાં આવી હતી જેથી કરીને તે કામને ફરીથી ખેડૂતો દ્વારા રોકાવામાં આવ્યું છે

વધુમાં મળતી વિગત પ્રમાણે ગોપાલભાઈ કડીવાર, વિષ્ણુભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, અમરશીભાઈ ચારોલા, આંબારામભાઈ વામજા, મનસુખભાઈ ભુદરભાઈ, રમેશભાઈ કડીવાર, પ્રાણજીવનભાઈ પંચાસરા, નાથાલાલ અમૃતિયા, ધીરજલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ અઘારા અને અમિતભાઈ ભાડજા દ્વારા હાલમાં કલેકટરકાયદાની વિરુદ્ધ જે હુકમ કરેલ છે તેની સામે સુપ્રીમ કોર્ટમાં કેસ કરવામાં આવેલ છે અને તેમ છતાં પણ તેને અવગણીને કોન્ટ્રાક્ટરના માણસો કામગીરી કરવા આવ્યા હતા. જો કે, ખેડૂતોએ કોન્ટ્રાક્ટરને કામ કરવા દીધું ન હતું.

ખેડૂતો પાસેથી મળતી વિગત પ્રમાણે અગાઉ પણ આ કામ જ્યારે શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે કામને રોકાવામાં આવ્યો હતો અને વળતર બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી કરીને ખેડૂતો દ્વારા હાલમાં સુપ્રીમ કોર્ટમાં સિવિલ કેસ કરવામાં આવ્યો છે અને તેનું હજુ જજમેન્ટ આવ્યું નથી ત્યાં કંપનીના માણસો વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી કરવા પહોંચ્યા હતા જેથી મોરબી જિલ્લાના ખેડૂત આગેવાન મહેશભાઈ રાજકોટિયા તેમજ સ્થાનિક ખેડૂતો દ્વારા કંપનીના કોન્ટ્રાક્ટરને કામગીરી બંધ કરવવામાં આવી હતી અને તેઓને પાછા કાઢવામાં આવ્યા હતા.






Latest News