મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પોલીસે વાહન ચેકિંગ  દરમ્યાન બાઇક ચોરને દબોચી લીધો: 5 ચોરાઉ બાઇક કબ્જે


SHARE









ટંકારા તાલુકા પોલીસે વાહન ચેકિંગ  દરમ્યાન બાઇક ચોરને દબોચી લીધો: 5 ચોરાઉ બાઇક કબ્જે

ટંકારાના મીતાણા વાંકાનેર રોડ ઉપરથી બાઈક લઈને પસાર થયેલા શખ્સને રોકીને ટંકારા પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તે શખ્સની પાસે રહેલા બાઇકના કાગળ તેની પાસે હતા નહીં અને સંતોષકારક જવાબ પણ મળ્યો ન હતો જેથી પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવતા આ શખ્સ પાસેથી 5 ચોરાઉ બાઇક મળી આવ્યા હતા જેથી પોલીસે 2 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ છે

ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મીતાણા વાંકાનેર હાઇવે રોડ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું અને વાહન ચેકિંગ દરમિયાન ત્યાંથી બાઇક લઈને નીકળેલા શખ્સને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તે શખ્સની પાસે જે બાઇક હતું તેના કાગળ તેની પાસે હતા નહીં અને તેની પાસેથી બાઇક માટેનો સંતોષકારક જવાબ પણ મળ્યો ન હતો જેથી પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવતા તેની પાસે રહેલું બાઇક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આરોપી અલ્પેશભાઈ મુનેશભાઈ કુંઢીયા (19) રહે. પંચાસીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સની વધુ પૂછપરછ દરમ્યાન તેની પાસેથી કુલ મળીને 5 ચોરાઉ બાઇકને કબ્જે કરવામા આવેલ છે અને આ તમામ બાઇક રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ચોરી કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને આ કામગીરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી.ઝાલાની સુચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.




Latest News