મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ધોળા દિવસે 8.38 લાખની લૂંટ કરવાના ગુનામાં મુખ્ય સુત્રાધાર સહિત 3 આરોપીની ધરપકડ: બેની શોધખોળ


SHARE







મોરબીમાં ધોળા દિવસે 8.38 લાખની લૂંટ કરવાના ગુનામાં મુખ્ય સુત્રાધાર સહિત 3 આરોપીની ધરપકડ: બેની શોધખોળ

મોરબીમાં સોમવારે બપોરના પોણા બે વાગ્યાના અરસામાં સરતાનપર રોડ ઉપરથી યુવાનો એક્ટિવા લઈને જઇ રહ્યો હતો ત્યારે તેના એક્ટિવાને કારથી ટક્કર મારી હતી અને કારમાં આવેલ અજાણ્યા ત્રણ બૂકનીધારી શખ્સોએ યુવાનની આંખમાં મરચાંની ભૂકી છાંટી હતી ત્યાર બાદ તેની પાસે રહેલા રોકડા રૂપિયામાંથી છરીની અણીએ 8,38,500 ની લૂંટ કરી હતી જે ગુનામાં હાલમાં ત્રણ આરોપીને પકડવામાં આવેલ છે જો કે, હજુ બે આરોપીને પકડવાના બાકી છે તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા અને છેલ્લા પાંચેક વર્ષથી મની ટ્રાન્સફરમાં કલેક્શનનું કમિશન ઉપર કામ કરતા ફારુક રજાકભાઈ સુમરા (26) નામનો યુવાન ગત સોમવારે બપોરે પોણા બે વાગ્યાના અરસામાં જુદા જુદા કલેક્શન સેન્ટરો ઉપરથી રોકડા રૂપિયા પોતાના થેલામાં લઈને તે પોતાનુ એક્ટિવા નંબર જીજે 36 એએન 5702 લઈને સરતાનપર રોડે આવેલ મોટો સીરામીકથી સેન્સો ચોકડી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કારમાં આવેલા ત્રણ શખ્સોએ એક્ટિવાને ટક્કર મારીને અકસ્માત કર્યો હતો ત્યાર બાદ તેની પાસેથી 8,38,500 ની લૂંટ કરી હતી

આ બનાવમાં ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, સ્વિફ્ટ ગાડી નંબર જીજે 27 કે 1126 માં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેના એક્ટિવને ટક્કર મારી હતી જેથી ફરિયાદી રોડ ઉપર નીચે પડી ગયો હતો અને ત્યાર બાદ તેની આંખમાં મરચાની ભૂકકી છાંટવામાં આવી હતી અને તેની પાસે રહેલ રોકડા રૂપિયા ભરેલા થેલામાંથી રોકડા રૂપિયાની લૂંટ ચલાવી હતી જો કે, ફરિયાદી પાસે મોટી રોકડ રકમ છે તેની ખબર કોઈને કેવી રીતે પડે તે દિશામાં તપાસ કરવામાં આવતા સરતાનપર રોડ ઉપરના મોબાઈલ એસેસરિસની જે દુકાનેથી છેલ્લું કલેક્શન કર્યું હતું તેને જ લૂંટારુઓને લૂંટ માટેની ટીપ આપી હોવાનું સામે આવ્યું હતું જેથી તાલુકા પીઆઇ એન.એસ.ઘેટીયા અને તેની ટીમે ટીપ આપનાર તેમજ લૂંટ કરનાર સહિત ત્રણ આરોપીને ઝડપી લીધેલ છે.

મોરબીના ડીવાયએસપી જે.એમ.આલની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓ જણાવ્યુ હતું કે, જે ત્રણ આરોપીઓને પકડવામાં આવેલ છે જેમાં હેમરાજ ઉર્ફે હેમારામ સોનરામ મેઘવાલ (21) અને જસરાજ ઉર્ફે જસવંત પુરારામ ચૌધરી (22) રહે. બંને મૂળ રાજસ્થાન તેમજ રિકેન ઉર્ફે ભૂદેવ સંજયભાઇ દવે (20) રહે. નવા જાંબુડિયા મોરબી વાળાનો સમાવેશ થાય છે અને તેની પાસેથી 1.55 લાખની રોકડ તેમજ 3 મોબાઈલ જેની કિંમત 60 હજારનો મુદામાલ કબ્જે કરલે છે. અને આ ગુનામાં માંગીલાલ અને ઘનારામ નામના બે આરોપીને પકડવાના બાકી છે

વધુમાં અધિકારી કહ્યું હતું કે, હેમરાજની મોબાઈલ એસેસરીજની સરતાનપર રોડે દુકાન આવેલી છે અને ત્યાંથી ફરિયાદી 89 હજારનું કલેકશન કર્યું હતું ત્યાર બાદ તે પોતાનુ એક્ટિવા નંબર જીજે 36 એએન 5702 લઈને જાય છે તેની ટીપ હેમરાજે આપી હતી અને આરોપી જસરાજ વોચ રાખીને ઊભો હતો અને તેણે રિકેનને જાણ કરી હતી ત્યાર બાદ રિકેન, માંગીલાલ અને ઘનારામે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલમાં આ ગુનામાં મુખ્ય બે આરોપી પકડવાના બાકી છે તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે. સાથો સાથ પકડાયેલ ત્રણ આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે.




Latest News