મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ગોકુલ મથુરા સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટની સાતમા માળની અગાશી ઉપરથી નીચે પડતાં મહિલાનું મોત


SHARE







મોરબીમાં ગોકુલ મથુરા સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટની સાતમા માળની અગાશી ઉપરથી નીચે પડતાં મહિલાનું મોત

મોરબીમાં આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં વિનાયક હાઈટ્સ નામના એપાર્ટમેન્ટની સાતમા માળની અગાશી ઉપરથી મહિલા અકસ્માતે નીચે પડી ગઈ હતી જેથી તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી અને તે મહિલાનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ વચ્ચેના ભાગમાં કેનાલ રોડ ઉપર આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં વિનાયક હાઈટ્સના પાંચમા માળે રહેતા ઉર્વશીબેન નિકુંજભાઈ ભીમાણી (36) નામના મહિલા એપાર્ટમેન્ટના સાતમા માળે અગાસી ઉપર પતિની સાથે હતા ત્યારે ત્યાંથી કોઈ કારણસર અકસ્માતે તેઓ નીચે પડી ગયા હતા.જેથી મહિલાને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે મહિલાનું મોત નીપજયું હતું.ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં મળતી વિગત પ્રમાણે અકસ્માતનો બનાવ બન્યો ત્યારે રાત્રિના સમયે મહિલાના પતિ અને તેનો દીકરો પણ ત્યાં અગાસી ઉપર હાજર હતા.દરમિયાન તેનો દીકરો નીચે કામ સબબ ગયો હતો ત્યારે  એપાર્ટમેન્ટની નીચેના ભાગમાં અવાજ આવવાના કારણે ઉર્વશીબેન નીચે જોવા માટે અગાશીની પાળી પાસે ગયા હતા.ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે ઉપરથી નીચે પડી ગયા હતા અને તેઓને માથા તેમજ શરીરે ઇજાઓ થઈ હોવાથી તેઓનું મોત નીપજયું હતું. તેવી વિગત પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા ફીમુબેન રાજુભાઈ ડામોર (30) નામના મહિલાને સાપ કરડી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

વાંકાનેરના ભીમગુડા ગામે રહેતા મેહુલભાઈ મનસુખભાઈ સારલા (30) નામનો યુવાન રફાળેશ્વર નજીક આવેલ બંધ પડેલા સીરામીક કારખાનાની અંદર કોઈ કારણોસર પડી ગયો હતો જેથી તેને ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News