મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને મહિલાને દુનિયામાં રહેવા નહીં દઉં તેવી ધમકી, ઘરમાં ઘૂસીને માલ સમાનમાં કરી તોડફોડ


SHARE









હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને મહિલાને દુનિયામાં રહેવા નહીં દઉં તેવી ધમકી, ઘરમાં ઘૂસીને માલ સમાનમાં કરી તોડફોડ

હળવદમાં જોગણી માતાજીના મંદિર પાસે રહેતી મહિલાએ અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને સમાધાન કરવાનું કહીને મહિલાને મૂઢ માર માર્યો હતો તથા દુનિયામાં રહેવા નહીં દઉં તેવી ધમકી આપી હતી તેમજ ધારિયા સાથે મહિલાના ઘરની ઘૂસીને ત્યાં ત્રણ શખ્સોએ ઘર વખરીના સામાનમાં તથા વાહનમાં તોડફોડ કરીને નુકસાન કર્યું હતું જેથી ભોગ બનેલ મહિલાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદના ત્રણ રસ્તા પાસે જોગણી માતાજીના મંદિર પાસે રહેતા ઉમાબેન સુરેશભાઈ વિરગામિયા (35)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અરજણ ઉર્ફે અજુ જીવરાજભાઈ દેવીપુજક, ગગજી જીવરાજભાઈ દેવીપુજક અને જીતેશ ઉર્ફે ભૂરો જીવરાજભાઈ દેવીપુજકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીએ અરજણ સામે અગાઉ ફરિયાદ કરેલ હતી તેનું સમાધાન કરવા માટે ફરિયાદી અને સાહેદને કહ્યું હતું  ત્યાર બાદ ફરિયાદી અને સાહેદને ગાળો આપીને માર મારીને દુનિયામાં રહેવા નહીં દઉં તેવી ધમકી આપી હતી અને ત્રણેય આરોપીઓ ધારિયા સાથે  ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને ઘરવખરીના સામાન તથા વાહનમાં નુકસાની કરી હતી જેથી ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News