મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં વાલ્મિકી સમાજ દ્વારા 11માં સમૂહ લગ્નોત્સવનું આયોજન


SHARE











મોરબીમાં વાલ્મિકી સમાજ દ્વારા 11માં સમૂહ લગ્નોત્સવનું આયોજન

મોરબી રંતીદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા મોરબી વાલ્મિકી સમૂહ લગ્ન સેવા સમિતિ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે વાલ્મિકી સમાજનો 11 માં સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. આ સમૂહ લગ્નમાં 10 જેટલા નવયુગલો લગ્ન ગ્રંથિએ જોડાશે. આ સમૂહ લગ્નોત્સવ તા. 31/5 ને રવિવારના રોજ મોરબીના શનાળા રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

સેવાકીય કામમાં સમૂહ લગ્નના ભોજન સમારંભના મુખ્ય દાતા તરીકે અ.સૌ. રંજનબેન અને પી.ડી. કાંજીયા તેમજ કૃષ્ણકુમાર પી. કાંજીયા (પ્રમુખ, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી) સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત કિચન સેટના દાતા તરીકે ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ - મોરબીના પ્રમુખ રમેશભાઈ રૂપાલા તથા ટ્રસ્ટી રશ્મિકાબેન રમેશભાઈ રૂપાલા તેમજ સાસા એનર્જી એલએલપી (Sasa Energy Llp) અને સતિષભાઈ તરફથી પણ ઉદાર હાથે સહયોગ પ્રાપ્ત થયો છે. આ આયોજનને સફળ બનાવવા માટે સમૂહ લગ્ન સેવા સમિતિના પ્રમુખ બાબુભાઈ પુરાણીયા અને ઉપપ્રમુખ ગુલાબભાઈ પુરાણીયા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

આ સમૂહ લગ્નમાં નવદંપતીને દાતાઓ અને સંસ્થાઓના સહયોગથી ચાંદીના સાંકળા, ડબલ બેડ પલંગ, કબાટ સહિત આશરે 85 જેટલી નાની-મોટી કરિયાવરની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. અને આ તકે નવદંપતીને આશીર્વાદ આપવા માટે સંતો-મહંતો, રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યો અને રાજકીય તેમજ સામાજીક અગ્રણીઓ હાજર રહેશે. અને આયોજકોએ જણાવ્યુ છે કે, સમૂહલગ્નએ સમયની માંગ છે અને આવા આયોજનોથી સમાજમાં દહેજના દૂષણને અટકાવી શકાય છે અને આર્થિક ઉન્નતિ તરફ આગળ વધી શકાય છે. સમિતિએ વાલ્મિકી સમાજના તમામ લોકોને આ મંગલમય અવસરે હાજરી આપવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.






Latest News