મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબી અને રફાળેશ્વર પાસે દારૂની રેડ ; દારૂ-બીયરની ૫૧ બોટલ સાથે બે ઝડપાયા


SHARE







મોરબી અને રફાળેશ્વર પાસે દારૂની રેડ ; દારૂ-બીયરની ૫૧ બોટલ સાથે બે ઝડપાયા

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ તથા મોરબી તાલુકા પોલીસે બે અલગ અલગ જગ્યાઓએ રેડ કરી હતી જેમાં કુલ મળીને ૫૧ બોટલ દારૂ-બીયરનો જથ્થા મળી આવતા દારૂ-બીયર તેમજ ઇકો કારની સાથે હાલમાં બે ઇસમોની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળેલ છે. 

જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે ગત રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં ઇકો કાર લઇને નીકળેલા જતીન છગન છત્રોલા પટેલ (ઉમર ૩૮) રહે.મિત્રા પેલેસ ફ્લેટ નંબર ૭૦૨ એસપી રોડ મોરબી વાળાની ઇકો કારને અટકાવી તલાશી લેતા કારમાંથી અડધી બોટલ દારૂ મળી આવી હતી તેમજ જતીન છગન છત્રોલા નામનો શખ્સ નશાયુકત હાલતમાં હોય તેના વિરુદ્ધ દારૂ પીને વાહન હંકારવા સબબ તેમજ દારૂ રાખવા સબબ ગુનો નોંધવામાં આવ્યો હતો.તેની પાસેથી એક અડધી બોટલ દારૂની મળી આવેલ હોય કિંમત રૂપિયા ૧૦૦ નો દારૂ તથા એક લાખની ઇકો કાર જપ્ત કરવામાં આવી હતી.

તેની પૂછપરછ દરમિયાન મળેલ માહીતી આધારે તાલુકા પોલીસે પણ રફાળેશ્વર જીઆડીસીમાં રેડ કરી હતી. મોરબી તાલુકા પોલીસ સ્ટાફને મળેલ માહિતી આધારે રફાળેશ્વર પાસે આવેલ જીઆઇડીસીમાં આવેલા શ્રી હરિ પ્લાસ્ટિક ઇન્ડિયા નામના કારખાનાની બાજુમાં આવેલી ઓરડીમાં તાલુકા પોલીસના સ્ટાફે રેડ કરતા ઓરડીમાંથી ૩૨ બોટલ વિદેશી દારૂ કિંમત રૂા.૬૫,૩૦૦ અને બીયરના ૧૮ ટીન કિંમત રૂા.૧૮૦૦ એમ કુલ મળીને ત્યાંથી દારૂ-બિયરની વધુ ૫૦ બોટલો મળી આવતાં રૂા.૬૭,૧૦૦ ની કિંમતનો મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો અને સ્થળ પરથી મળી આવેલા ધર્મેન્દ્ર મગન ભોરણીયા પટેલ (ઉમર ૩૫) રહે.મોરબી રવાપર-ઘુનડા રોડ ફલોરા હાઉસ ફ્લેટ નંબર ૭૦૪ તેમજ જતીન છગન પટેલ રહે.મોરબી એસપી રોડ મિત્રા પેલેસ-૭૦૨ વાળાઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેઓએ દારૂનો આ જથ્થો કયાંથી મેળવ્યો છે..? તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.

હાઉસિંગ બોર્ડમાં સામસામી મારામારી

મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાડોસીઓ વચ્ચે સામસામી મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મિતલબેન રાજેશભાઈ ગોહીલ (૩૧) અને તેઓની સાડા ત્રણ વર્ષીય દીકરી ક્રિતિકા રાજેશ ગોહિલને તેમજ સામેના પક્ષેથી ત્યાં જ રહેતા નિતાબેન ગોવિંદભાઈ પરમાર નામના ૫૫ વર્ષીય આધેડ મહિલાને ઇજાઓ થતાં ત્રણેયને સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.






Latest News