મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામેથી યુવતી ગુમ


SHARE







મોરબીના મકનસર ગામેથી યુવતી ગુમ

મોરબી-વાંકાનેર હાઈવે ઉપર આવેલા મકનસર ગામે રેલ્વે સ્ટેશન પાસે રહેતા ચંદુભાઈ દિનેશભાઈ તલસાણીયા જાતે કોળીની ઓગણીસ વર્ષની દિકરી રાધીકાબેન દિનેશભાઈ કોળી તા.26ના રોજ સવારે દસેક વાગ્યેથી ઘરે કોઈને કંઈ કહ્યા વગર કયાંક ગુમ થઈ ગયેલ છે. ઘરમેળે શોધખોળ કરવા છતા રાધીકાબેનનો પતો ન લાગતા તેમની માતા જશુબેનએ તાલુકા પોલીસમાં જાણ કરતા ગુમશુધા નોંધ દાખલ કરીને બીટ જમાદાર એ.એચ. પરમારે ગુમ થયેલા રાધીકાબેનની શોધખોળ શરૂ કરેલ છે.

રાજકોટ ખસેડાયા
 મોરબી વીસીપરા કુલીનગરમાં રહેતા ગનીભાઈ સલીમભાઈ માણેકને કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે છરી ધારીયા વડે માર મારવામાં આવતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. જયારે સામાકાંઠે ઈન્દીરાનગર નજીક ધારીયા વડે થયેલ મારામારીમાં ઈજા પામેલા ગોવિંદ ધીરૂભાઈ સુરેલા (26) રહે. ઈન્દીરાનગર અને દિપક જેરામભાઈ દેથરીયા (20) રહે. ત્રાજપરને સિવિલે સારવાર માટે ખસેડાયા હતા. તેમજ મહારાણા પ્રતાપ સર્કલ પાસે અજાણ્યા ઈસમે ફડાકો મારતા અનવર નુરાભાઈ કાજેડીયા (22) રહે. વેજીટેબલ રોડ, સામાકાંઠે મોરબી-2ને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.

અકસ્માતે ઈજા
 રાજકોટ હાઈવે ટંકારાના લજાઈ નજીક વાહન અકસ્માતમાં ઈજા પામેલા કુલદીપ જયંતિભાઈ કણઝારીયા (24) રહે. લાતીપ્લોટ મોરબીને સારવારમાં ખસેડાયો હતો. જયારે મુળ જુનાગઢના ને હાલ ચરાડવા (હળવદ)ને સારવાર માટે મોરબી ખસેડાયા હતા. વાલીવારસ સાથે ન હોય પોલીસને જાણ કરતા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી. તેમજ માળીયા (મીં)ના સુરજબારી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલા કરીમ અયુબભાઈ રેલીયા (28) રહે. લુણી ગામ જી.કચ્છને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઈજા
 વાંકાનેરના ધમલપર ગામે રહેતા મંજુરહુશેન રસુલભાઈ પેંડર જાતે મુસ્લીમ (36)ને ધમલપર ખાતે મારામારીમાં ઈજા થતા સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબી વાવડી રોડ ક્રિષ્ના હોલ પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા સંગીતાબેન નાનજીભાઈ કોરડીયા જાતે દેવીપૂજક (25)ને પણ અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ જેતપર રોડ ખાતે કારખાના પાસે રહી મજુરી કામ કરતા સોહન બાંગરી (35)ને બેભાન હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં
 મોરબીના ભડીયાદ રોડ સાયન્સ કોલેજની પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા જાગૃતિબેન રાજેશભાઈ ભોજવીયા (35) રહે. લાભનગર વેજીટેબલ રોડ મોરબી-2ને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા. તેમજ નઝરબાગ રેલ્વે સ્ટેશન પાસે થયેલ મારામારીમાં ઈજા પામેલા નિલેશ જયેશભાઈ મકવાણા (ઉ.25) રહે. બૌધ્ધનગર ભડીયાદ રોડને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો






Latest News