મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારા ત્રણ હાટડી શેરી-મઠવારી વિસ્તારના બધા પરીવારો દ્વારા ભગવાન દ્વારકાધીશની ધ્વજારોહણનો મહાઉત્સવ


SHARE







ટંકારા ત્રણ હાટડી શેરી-મઠવારી વિસ્તારના બધા પરીવારો દ્વારા ભગવાન દ્વારકાધીશની ધ્વજારોહણનો મહાઉત્સવ

ટંકારાના ઈતિહાસમા સૌ પ્રથમવાર આખા સમસ્ત ત્રણ હાટડી શેરી-મઠવારી વિસ્તારની શ્રી દ્વારકાધીશ ભગવાનની 52 ગજની ધજા ચડાવવાનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જે અધિક જેઠ મહિના (પુરષોતમ માસ) ની પૂનમના દિવસે તા-31/5/26 ને રવિવારની સાંજે ધજા ચઢાવવામાં આવશે જે આખી રાત જગત મંદિર પર ફરકતી રહેશે.

આ ધજા ઉત્સવનો સમસ્ત વિસ્તારના પરીવારમા ખુબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણકે ટંકારાના ઈતિહાસમા કોઈ એક આખા વિસ્તાર શ્રી દ્વારકાધીશ ની અને એમાં પણ જયા અઢારેય વર્ણના(જ્ઞાતિના) પરીવારો રહે છે. સાથે તા-29/5/26 ના શુક્રવારના રાત્રે 9 વાગ્યે ત્રણ હાટડી ગરબી ચોકમાં દ્વારકાધીશની જે ધજા ચડાવવાની છે એ આવી રહી છે એના વધામણા બધા પરીવારો કરશે અને આ વર્ષે ધો-10-12 માં પાસ થયેલા દિકરા-દિકરીઓનો સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. સમગ્ર આયોજન શ્રી નવદુર્ગા ગરબી મંડળની ટીમ અને એમનું વાલી મંડળ કર્યું રહ્યું છે.






Latest News