મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં


SHARE







મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં

મોરબી નજીકના રવાપર ગામે આવેલ રવાપર રેસીડેન્સી ખાતે રહેતા પરિવારની નવ પરણીતા એપાર્ટમેન્ટના નિચેના ભાગે કોઈ કારણોસર એસિડ પી ગયા હતા.જેથી તેઓને બેભાન હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.અને હાલ તેઓ બેભાન હોય અને પરણીતાનો લગ્નગાળો એક વર્ષનો હોય પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના રવાપર ગામે રવાપર રેસીડેન્સી ખાતે આવેલ રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા પૂજાબેન મંથનભાઈ ઘેટીયા નામના ૨૮ વર્ષની પરણીતા તા.૪-૬ ના રાત્રિના નવ વાગ્યે રવાપર રેસીડન્સી ખાતે ખાલી એપાર્ટમેન્ટના નીચેના ભાગે અગમ્ય કારણોસર એસિડ પી ગયા હતા.જેથી તેઓને બેભાન હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હાલ તેઓ બેભાન હોય બનાવના કારણ સંદર્ભે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસના જણાવ્યા પ્રમાણે પૂજાબેન ઘેટીયાનો લગ્નગાળો એક વર્ષનો જ છે.હાલ તેઓએ કયા કારણોસર આ પગલું ભર્યું છે..? તે બાબતે એ ડિવિઝન પોલીસ મથકના વાલભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામના ઈશાબેન કેશવભાઈ નામની ૩૨ વર્ષીય પરિણીતાને વાંકાનેર તાલુકાના ભેરડા મુકામે પિતાના ઘરે પતિએ માર મારતા સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઈજા

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા અમરસર ગામે રહેતા જગશીભાઈ મસાભાઈ જખાણીયા (૩૬) તથા રંજનબેન જખાણીયા (૩૦) ને અમરસર ગામે મારામારીમાં ઈજા થતા અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે કચ્છના માંડવી તાલુકામાં આવેલા મોટા સલાયા ગામે નવાપુરા વિસ્તારમાં રહેતા જૈતુનબેન મહમદઅલી પલેજા નામના ૩૮ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બાઈકનું વ્હીલ પથ્થર ઉપર આવતા વાહન સહિત ઉછળીને નીચે પટકાયા હતા.જેથી જૈતુનબેનને ઇજાઓ થતા અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના વીસીપરામાં રણછોડનગર નજીક આવેલ શાંતિવન સોસાયટી ખાતે રહેતા દેવજીભાઈ બટુકભાઈ બોસિયા નામના ૩૫ વર્ષના યુવાનને ઘર નજીક કોઈ કારણસર મારામારીના બનાવમાં ઈજા થતાં તેને અહિંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માત

માળીયા મીયાણાના કચ્છ હાઇવે ઉપર કચ્છ બાજુ જતા સમયે અર્ટીકા કાર અને કિયા કાર વચ્ચે અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં નયનભાઈ નાથાલાલ ઠાકર (૪૧) રહે.ભુજ કચ્છને ઇજાઓ પહોંચી હોય સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવવા અંગે માળીયા પોલીસને જાણ કરી હતી.તેમજ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા મહેશભાઈ વલ્લભભાઈ કુબાવત નામના ૩૫ વર્ષના યુવાનને તેના ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતા અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેથી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.






Latest News