મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા પાસેનો બનાવ: અકસ્માતમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ જતી કાર ડમ્પરમાં ઘુસી જતા 7 પૈકીનાં 5 લોકોના મોત: બે સારવારમાં


SHARE









હળવદના ચરાડવા પાસેનો બનાવ: અકસ્માતમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ જતી કાર ડમ્પરમાં ઘુસી જતા 7 પૈકીનાં 5 લોકોના મોત: બે સારવારમાં

મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ ચરાડવા ગામ નજીકથી રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં કાર પસાર થઈ રહી હતી ત્યારે રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી અને કાર ડમ્પરમાં ઘૂસી જવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવની અંદર કારમાં બેઠેલા કુલ સાત વ્યક્તિઓ પૈકી પાંચ યુવાનોના મોત નિપજ્યા છે અને બે યુવાન હાલમાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે અકસ્માતના આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા પાંચ વ્યક્તિઓ કિયા કાર લઈને અકસ્માતમાં ઇજા પામેલા એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈને જઈ રહ્યા હતા ત્યારે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ચરાડવા ગામ નજીક પેટ્રોલ પંપની સામેના ભાગમાં રોડ ક્રોસ કરી રહેલા ડમ્પરમાં કિયા કાર ઘૂસી ગઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવની અંદર કારમાં બેઠેલા કુલ સાત વ્યક્તિઓ પૈકી ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ અને બે વ્યક્તિઓના સારવાર દરમિયાન આમ કુલ મળીને પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને બે વ્યક્તિને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલમાં સારવાર છે

વધુમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે અકસ્માતના આ બનાવમાં સુરેશભાઈ વિશાભાઈ સિહોરા 47, વિરમભાઈ ભીમાભાઇ દઢેયા 28 અને પરેશભાઈ દિલીપભાઈ દઢેયા 24 ને ગંભીર ઇજા થઈ હોવાથી તે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને આ બનાવમાં ઇજા પામેલા પ્રેમજીભાઈ દઢેયા 59, ભરતભાઈ પ્રભુભાઈ દઢેયા 39, પ્રકાશભાઈ ભરતભાઈ દઢેયા 25 અને દિલીપભાઈ ભગવાનજીભાઈ દઢેયા 59 ની ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે મોરબી અને રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા દરમિયાન પ્રેમજીભાઈ દઢૈયા અને ભરતભાઈ દઢૈયાનું સારવારમાં મોત નિપજ્યું છે જ્યારે પ્રકાશભાઈ અને દિલીપભાઈ હાલમાં સારવાર હેઠળ છે

ચરાડવા ગામ નજીક સર્જાયેલા આ અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજન પાસેથી મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના માનસર ગામ પાસે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવની અંદર ઇજા પામેલા ઇજાગ્રસ્ત વ્યક્તિને કારમાં બેસાડીને સારવાર માટે લઈને જતા હતા ત્યારે ચરાડવા ગામ નજીક પેટ્રોલ પંપ ની સામેના ભાગમાં કારખાનામાંથી બહાર નીકળતું ડમ્પર રોડ ક્રોસ કરી રહ્યું હતું તે ડમ્પરની સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો. અને કારનો બૂકડો બોલી ગયો હોવાથી કારમાં બેઠેલા વ્યક્તિઓ કારમાં ફસાઈ ગયા હતા જેથી જેસીબીની મદદથી કારના પતરા ખેંચીને તે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા આ બનાવમાં અત્યાર સુધીમાં કુલ મળીને પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને બે વ્યક્તિ ઇજાગ્રસ્ત. હાલતમાં સારવાર હેઠળ છે આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી ગયું છે

વધુમાં મળતી માહિતી મુજબ પરેશભાઈ હળવદ ખાતે સમાજની બંધારણની મિટિંગમાં ગયા હતા અને ત્યાંથી બાઈક લઈને પાછા પોતાના ઘરે રણછોડગઢ ગામ તરફ આવી રહ્યા હતા દરમિયાન રસ્તામાં માનસર ગામ પાસે તેનું બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો આ બનાવમાં પરેશભાઈને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલે લઈને આવી રહ્યા હતા જોકે અકસ્માતના આ બનાવની પરેશભાઈના પિતા દિલીપભાઈને જાણ થઈ હોવાથી દિલીપભાઈ અને અન્ય લોકો કાર લઈને તેને માનસર ગામે તેને લેવા માટે ગયા હતા અને રસ્તામાં 108 તેમને સામી આવતા 108 થી પણ વધુ ઝડપે હોસ્પિટલે પરેશભાઈને પહોંચાડી શકાય તે માટે થઈને પરેશભાઈને 108 માંથી ઉતારીને પ્રાઇવેટ કારમાં બેસાડીને મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે ચરાડવા ગામ પાસે ડમ્પરમાં કાર ઘૂસી ગઈ હતી અને આ જીવલેણ અકસ્માત સર્જાયો છે.




Latest News