મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર (કું) ગામે વાડીના કૂવામાં પડી જવાથી માનસિક બીમાર યુવાનનું મોત


SHARE







મોરબીના રાજપર (કું) ગામે વાડીના કૂવામાં પડી જવાથી માનસિક બીમાર યુવાનનું મોત

મોરબી તાલુકાના રાજપર (કું) ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો યુવાન માનસિક બીમારીના લીધે પોતાના ઘરેથી ખેતરમાં ભાગવા લાગ્યો હતો દરમિયાન ત્યાં વાડીમાં આવેલ કુવામાં પડી જવાના કારણે પાણીમાં ડૂબી જવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં રાજપર (કું) ગામે રહેતા અનિલભાઈ રમેશભાઈ કામોળ (27) નામના યુવાનને માનસિક બીમારી હોય તે ગઈકાલે બપોરે પોણા બારેક વાગ્યાના અરસામાં ઘરેથી ખેતરમાં ભાગવા લાગ્યો હતો દરમિયાન અરવિંદભાઈ મેંદપરાની વાડીએ આવેલ કુવામાં કોઈ કારણોસર પડી ગયો હતો જેથી કુવાના પાણીમાં ડૂબી જવાના કારણે અનિલભાઈ રમેશભાઈ કામોળનું મોત નીપજ્યું હતું.ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મનોજભાઈ ધોરીયાણી (40) રહે.રાજપર કુંતાસી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા સતિષભાઈ દુર્લભજીભાઈ સુવારીયા (44) નામનો યુવાન જનકપુરી પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરી હતી.
 

યુવાનને માર માર્યો
મોરબીમાં આવેલ જવાર સોસાયટીમાં રહેતા મહેશભાઈ દેવજીભાઈ વણોલ (28) નામના યુવાનને અજાણ્યા માણસે માર માર્યો હતો જેથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News