મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદ પાલિકાના કર્મચારીને પાણી પ્રશ્ને ચેરમેને સ્ટીલની લાકડી વડે માર માર્યો


SHARE









હળવદ પાલિકાના કર્મચારીને પાણી પ્રશ્ને ચેરમેને સ્ટીલની લાકડી વડે માર માર્યો

હળવદ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની ઓફિસમાં બેઠેલા કર્મચારીને હળવદ નગરપાલિકાના સેનિટેશન વિભાગના ચેરમેન દ્વારા પાણી પહોંચાડવા બાબતે ફોન ઉપર ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ ઓફિસે આવીને તેના હાથમાં રહેલ સ્ટીલની લાકડી વડે બંને હાથના કાંડાના ભાગે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી હળવદ પાલિકાના કર્મચારી દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાલિકાના સેનિટેશન વિભાગના ચેરમેન સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હળવદમાં આવેલ રુદ્ર ટાઉનશીપ ખાતે રહેતા તુષારદાન મનહરદાન ગઢવી (33)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હળવદ નગરપાલિકાના સેનિટેશન વિભાગના ચેરમેન ભરતભાઈ નાનુભાઈ રબારી રહે. હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગઈકાલે સવારે 11:00 વાગ્યાના અરસામાં ફરિયાદી હળવદ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની ઓફિસમાં હાજર હતા ત્યારે આરોપીએ તેના મોબાઈલ ફોનમાંથી ફરિયાદીને ફોન કર્યો હતો અને પાણી પહોંચાડવા બાબતે ફરિયાદીને ફોન ઉપર ગાળો આપી હતી અને ત્યારબાદ આરોપીએ ઓફિસે આવીને તેના હાથમાં રહેલ સ્ટીલની લાકડી વડે ફરિયાદીના બંને હાથના કાંડા ઉપર માર મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News