મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર નજીક મચ્છુ ડેમમાં ન્હાવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત: મોરબીમાં દુકાને બેઠેલા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત  


SHARE







મોરબીના મકનસર નજીક મચ્છુ ડેમમાં ન્હાવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત: મોરબીમાં દુકાને બેઠેલા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત  

મોરબી નજીકના મકનસર ગામ પાસે આવેલ મચ્છુ ડેમના પાણીમાં યુવાન  ન્હાવા માટે થઈને પડ્યો હતો અને ત્યારે કોઈ કારણોસર અકસ્માતે યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જ્યારે મોરબીના સનાળા રોડ પર આવેલ દુકાને વૃદ્ધ બેઠા હતા ત્યારે તેઓને હાર્ટ એટેક આવી જવાના કારણે તેનું મોત નીપજયું હતું અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતો કેતનભાઇ રઘુભાઈ જોગડીયા (18) નામનો યુવાન ગઈકાલે બપોરે 2:30 વાગ્યાના અરસામાં મોરબીના મકસર ગામ પાસે આવેલ મચ્છુ ડેમમાં ભરેલા પાણીમાં ન્હાવા માટે ગયો હતો દરમિયાન ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મોરબીના રવાપર ગામ નજીક ફ્લોરા 158 માં બ્લોક નંબર એ 601 ક્રિષ્ના સ્કૂલ વાળી શેરી ખાતે રહેતા પ્રાણજીવનભાઈ રાઘવજીભાઈ બરાસરા (65) નામના વૃદ્ધ સનાળા રોડ ઉપર આવેલ મહાદેવ નમકીન છોટાલાલ પેટ્રોલ પંપની સામેના ભાગમાં દુકાને બેઠા હતા દરમિયાન તેને હાર્ટ એટેક આવવાના કારણે તાત્કાલિક તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News