મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વચ્છતા અભિયાન અન્વયે રાજ્યમંત્રી-મેયર સહિતનાઓએ કર્યું શ્રમદાન


SHARE







મોરબીમાં સ્વચ્છતા અભિયાન અન્વયે રાજ્યમંત્રી-મેયર સહિતનાઓએ કર્યું શ્રમદાન

જિલ્લામાં ૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણનાઅન્વયે  વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત મોરબી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉમદા આશય સાથે એક મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ વિશેષ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના નવલખી રોડ પર આવેલા નવલખી ફાટકથી લઈને પરશુરામ બ્રિજ સુધીના વિસ્તારમાં શ્રમદાન કર્યું હતું. આ તકે  મંત્રીએ મોરબીના પ્રત્યેક નાગરિકને સ્વચ્છાગ્રહીબનીને પોતાના વિસ્તારને સાફ-સુથરો રાખવા અને આ મહા-અભિયાનમાં સક્રિયપણે સહભાગી થવા જાહેર અનુરોધ કર્યો હતો. લોકોને સૌથી મોટું દુષણ-પ્લાસ્ટિકનું પ્રદૂષણ, મારો કચરો-મારી જવાબદારી, સ્વચ્છ શહેર-સુંદર શહેર અને પ્લાસ્ટિક છોડો પર્યાવરણ-બચાવો સહિતના સંદેશાઓ આપવામાં આવ્યા હતા. આ શ્રમદાનમાં મંત્રીની સાથે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, નાયબ કમિશનર સંજય સોની તેમજ સ્થાનિક કોર્પોરેટરઓ, મહાનગરપાલિકા તથા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને વિશાળ સંખ્યામાં મોરબીના શહેરીજનો સહભાગી બન્યા હતા.






Latest News