મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર કંકાસથી કંટાળીને પરિણિતા ઘઉંમાં નાખવાનો પાવડર પી જતા રાજકોટ ખસેડાયા


SHARE







મોરબીમાં ઘર કંકાસથી કંટાળીને પરિણિતા ઘઉંમાં નાખવાનો પાવડર પી જતા રાજકોટ ખસેડાયા


 મોરબીમાં ઘર કંકાસથી કંટાળી પરિણિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, વર્ષાબેન પ્રદીપભાઈ વીરસોડિયા (ઉંમર વર્ષ૪૫, રહે.રવાપર રોડ, ફ્લોર ઇનોવા સોસાયટી, મોરબી) ગઈકાલે સાંજે પાંચ વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા.

ત્યારે ઘઉંમાં નાખવાનો પાવડર પી જતા સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. અહીં ઇમર્જન્સી વિભાગમાં તેઓ સારવાર હેઠળ છે. તેમના પતિ પ્લાસ્ટિકની વસ્તુનો વેપાર કરે છે.તેમના લગ્ન ૨૪ વર્ષ પહેલા થયા હતા.હાલ સંતાનમાં એક પુત્ર છે. ઘર કંકાસથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે. હાલ વર્ષાબેન સારવાર હેઠળ છે.મોરબી એ ડિવિઝન પોલીસે નિવેદન લેવા તજવીજ શરૂ કરી હતી.






Latest News