મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના કોયબા ગામ નજીક રબ્બરની ફેક્ટરીમાં  વિકરાળ આગ: 6 ફાયર ફાયટર ઘટના સ્થળે


SHARE









હળવદના કોયબા ગામ નજીક રબ્બરની ફેક્ટરીમાં  વિકરાળ આગ: 6 ફાયર ફાયટર ઘટના સ્થળે

હળવદ તાલુકાના કોયબા ગામ પાસે રબ્બર બનાવતી ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને આગે વિકરાળરૂપ ધારણ કરી લેતા હાલમાં 6 ફાયર ફાયટરોને ઘટના સ્થળે બોલાવીને આગને કાબૂમાં લેવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.

હળવદ તાલુકાના કોયબા ગામ પાસે રબ્બર બનાવતી ફેક્ટરીની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી અને આ ઘટનાની જાણ થવાની સાથે જ હળવદ, ધાંગધ્રા, મોરબી અને સુરેન્દ્રનગરથી કુલ મળીને 6 જેટલા ફાયર ફાઈટર અને ઘટના સ્થળે દોડાવવામાં આવ્યા છે અને કારખાનાની અંદર લાગેલી આગ અને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો છે વધુમાં ફાયર વિભાગની ટીમ પાસેથી જાણવા મળતી પ્રમાણે ટાયરમાં વપરાતું રબ્બર બનાવતી કંપનીની અંદર કોઈ કારણોસર બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી અને આ બનાવની તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના પહોંચી હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હોવાના કારણે હાલમાં મેજરકોલ જાહેર કરવામાં આવ્યો છે અને મોરબી, ધાંગધ્રા, હળવદ અને સુરેન્દ્રનગર થી ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા છે અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા માટે થઈને હાલમાં ફાયરની ટીમ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.




Latest News