મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

૧૨ વર્ષ વિકાસના: ડો. આંબેડકર આવાસ યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં એક વર્ષમાં ૧૯૫ લાભાર્થીઓને ૮૯.૧૦ લાખની સહાય અર્પણ


SHARE









૧૨ વર્ષ વિકાસના: ડો. આંબેડકર આવાસ યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં એક વર્ષમાં ૧૯૫ લાભાર્થીઓને ૮૯.૧૦ લાખની સહાય અર્પણ

સરકારની આ કલ્યાણકારી યોજના હેઠળ મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લામાં પ્રથમ હપ્તાના ૬૮ લાભાર્થીઓને રૂ. ૨૦.૪૦ લાખ, બીજા હપ્તાના ૬૮ લાભાર્થીઓને રૂ. ૪૯.૮૦ લાખ, ત્રીજા હપ્તાના ૫૮ લાભાર્થીઓને રૂ. ૧૮.૮૦ લાખ અને ચોથા હપ્તાના ૧ લાભાર્થીને રૂ. ૧૦,૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવી છે.

તાલુકાવાર છણાવટ કરીએ તો, મોરબી તાલુકામાં સૌથી વધુ ૮૫ લાભાર્થીઓને રૂ. ૩૮,૮૦,૦૦૦/-, વાંકાનેર તાલુકામાં ૪૨ લાભાર્થીઓને રૂ. ૨૦,૨૦,૦૦૦/-, હળવદ તાલુકામાં ૨૪ લાભાર્થીઓને રૂ. ૧૦,૭૦,૦૦૦/-, ટંકારા તાલુકામાં ૨૮ લાભાર્થીઓને રૂ. ૧૧,૪૦,૦૦૦/- તેમજ માળિયા તાલુકામાં ૧૬ લાભાર્થીઓને રૂ. ૮,૦૦,૦૦૦/- ની સહાય ચૂકવીને ઘરવિહોણા પરિવારોના પાકા ઘરનું સપનું સાકાર કરવામાં આવ્યું છે.

આ યોજના અન્વયે જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, અથવા તદ્દન કાચું ગાર-માટીનું, ઘાસપૂળાનું કે કુબા ટાઈપનું રહેઠાણ અયોગ્ય મકાન ધરાવતા હોય તેમજ મકાન માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માંગતા હોય, તેમને નવું મકાન બનાવવા માટે કુલ રૂ. ૧,૭૦,૦૦૦/- ની આર્થિક સહાય ચાર હપ્તામાં ચૂકવવામાં આવે છે. આ યોજનાના નિયમો અનુસાર લાભાર્થી કે પરિવારના સભ્યોએ અગાઉ કોઈ આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬,૦૦,૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન પણ આ યોજનાનો વ્યાપ વધારવા માટે પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા નાગરિકોએ સરકારના અધિકૃત પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in/ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે અને વેબસાઇટ પર ઉપલબ્ધ માર્ગદર્શક સૂચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો જેવા કે ઓળખપત્ર, રેશનકાર્ડ, જાતિ અને આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, જમીન માલિકીનો દસ્તાવેજ, તલાટીની સહીવાળો ચતુર્દિશા નકશો અને ખુલ્લા પ્લોટ કે જર્જરિત મકાનનો ફોટો ઓનલાઈન સબમિટ કરવાનો રહેશે. આ યોજના અંગેની વધુ માહિતી અને માર્ગદર્શન માટે અરજદારો રૂમ નં. ૨૧૭, સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, મોરબી ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકે છે.




Latest News