તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ સત્વરે પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ


SHARE









મોરબી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ સત્વરે પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ

મોરબી જિલ્લાના ખેલાડીઓને સ્થાનિક કક્ષાએ ઉત્કૃષ્ટ આધુનિક સુવિધાઓ મળી રહે અને રમતગમત ક્ષેત્રનો વ્યાપક વિકાસ થાય તે હેતુસર આજે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લાના વિવિધ રમતગમત પ્રકલ્પો અને સંસ્થાઓની તલસ્પર્શી સમીક્ષા મુલાકાત લેવામાં આવી હતી.

મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ આ મુલાકાત દરમિયાન સનાળા ખાતે પ્રગતિ હેઠળના મોરબી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ હળવદ તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ કાર્યનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મોરબીના ઉભરતા ખેલાડીઓ વહેલી તકે રમતગમતની આધુનિક સેવાઓનો મહત્તમ લાભ મેળવી શકે તે માટે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બાકી રહેલી કામગીરી શક્ય તેટલી ઝડપથી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને વિશેષ ભારપૂર્વક તાકીદ કરી હતી.

આ ઉપરાંત, કલેક્ટરએ જિલ્લામાં રમતગમત કૌશલ્યને પ્રોત્સાહન આપતી ‘ઇનસ્કૂલ’ યોજના હેઠળ કાર્યરત એમ.જી. મહેતા પ્રાથમિક શાળા તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) અંતર્ગત નવજીવન ન્યૂ એરા પબ્લિક સ્કૂલની પણ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે રમતગમતના વિકાસ માટે ચાલી રહેલી શૈક્ષણિક અને પ્રાયોગિક કામગીરીઓની સઘન સમીક્ષા કરી, ગ્રાઉન્ડ સ્તરે જરૂરી ગુણવત્તા જળવાઈ રહે તે માટે સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓ અને રમત પ્રશિક્ષકોને  સૂચનો અને વહીવટી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.




Latest News