મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં રાજયમંત્રી કાંતિભાઇ અમૃતીયાની હાજરીમાં વૃક્ષારોપણ અને જનકલ્યાણ શિબિર યોજાઇ


SHARE









મોરબીમાં રાજયમંત્રી કાંતિભાઇ અમૃતીયાની હાજરીમાં વૃક્ષારોપણ અને જનકલ્યાણ શિબિર યોજાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે મોરબીના ભક્તિનગર સર્કલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ધારાસભ્ય અને રાજયમંત્રી કાંતિભાઇ અમૃતીયા હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રીના હરિયાળા ભારતના સંકલ્પને સાકાર કરવા સૌ પ્રતિબદ્ધ થયા હતા. તેમજ મોરબીના શનાળા રોડ ખાતે સુશાસનના ૧૨ વર્ષની ભવ્ય ઉજવણી નિમિત્તે આયોજિત 'જનકલ્યાણ શિબિર' માં ઉપસ્થિત રહી નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. છેલ્લા એક દાયકાથી વધુ સમયથી સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે અને મોરબી સહિત સમગ્ર ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આ શિબિર થકી અનેક લાભાર્થીઓને સ્થળ પર જ સરકારી યોજનાઓનો લાભ આપી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરીને પ્રગતિના આ પથ પર અવિરત આગળ વધવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.તેમ મંત્રી અમૃતીયાએ જણાવ્યું હતુ. આ તકે મોરબીના મેયર ઉતમભાઇ સુરાણી, કલેક્ટર સ્વપ્નિલ ખરે તેમજ ચૂંટાયેલા સભ્યો, ભાજપના આગેવાનો અને હોદેદારો તેમજ અધિકારીઓએ સહિતના હાજર રહ્યા હતા.




Latest News