તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન
Breaking news
Morbi Today

મોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા ૪૦૦ વિધાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ બુક તથા બોલપેનનું વિતરણ


SHARE









મોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા ૪૦૦ વિધાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ બુક તથા બોલપેનનું વિતરણ

તાજેતરમાં સ્કુલ કોલેજ શરૂ થઈ હોઈ ત્યારે મોંઘા ભાવના ચોપડા તથા બોલપેન વગેરે સ્ટેશનરી ખરીદવા લોકો ની મજબુરી હોય ત્યારે મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા તા.૧૧, ગુરૂવારે માર્કેટ યાર્ડ માં આવેલ મહાવીર ટ્રેડીંગ ખાતે થી સમસ્ત મોરબી ના જૈન સમાજના ધો.૩ થી કોલેજ અને ઉચ્ચ અભ્યાસ કરતા ૪૦૦ જેટલા  વિધાર્થીઓ ને વિનામુલ્યે ધોરણ મુજબ ૧૦ થી ૧૫ ફુલ સ્કેપ નોટબુક તથા પાંચ બોલપેન નો સેટ આપવામાં આવેલ છે.

આ મંડળ દ્વારા દર બે વર્ષ જૈન સમાજ ના દાતાઓના સહયોગ થી ફુલ સ્કેપ નોટબુક, બોલપેન વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે તે ઊપરાંત સાધુ -સાધ્વીજી મહાસતીજી ઓ મોરબી આસપાસ ૩૦ કી.મી. સુધી વિસ્તારમાં સેસ કાળ માં વિહાર કરતા હોય ત્યારે ગોચરી, પાણી, દવા, મેડિકલ ચેકઅપ ની વ્યવસ્થા કરી આપવાનું કાર્ય સહિતની વૈયાવચ સતત ચાલુ છે,  તેમજ પર્યુષણ પછી દર વર્ષે સ્વામીવત્સલ સંઘ જમણ નું આયોજન કરે છે. અને  વર્ષ દરમિયાન યોજાતા ધાર્મિક કાર્યક્રમો માં સેવા આપી તથા અનુષ્ઠાન કરવુ, વગેરે કાર્યો કરે છે, નોટબુક વિતરણ કાર્યને સફળ બનાવવા પ્રમુખ મનોજભાઈ દેસાઈ, મંત્રી રાજુભાઈ ગાંધી, તથા જીતુભાઈ સંઘવી, સુનિલભાઈ, સુધીરભાઈ, દેવેન્દ્રભાઈ, સમીરભાઈ, ગૌતમભાઈ, વગેરે સભ્યો એ ખુબજ સારી સેવા આપી તથા વ્યવસ્થા જાળવી હતી તેમ એક યાદી માં જણાવેલ છે.




Latest News