મોરબીના માળીયા(મિં.)માં રહેણાક મકાનમાંથી ૨૦૨ બોટલ દારૂના જથ્થા સાથે એક પકડાયો
SHARE









માળીયા(મિં.)માં રહેણાક મકાનમાંથી ૨૦૨ બોટલ દારૂના જથ્થા સાથે એક પકડાયો
માળીયા(મિં.)માં રહેણાક મકાનમાં દારૂનો જથ્થો ઘરમાં હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૨૦૨ બોટલ દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને દારૂનો જથ્થો કયાથી આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
માળીયા તાલુકા પોલીસને ખાનગી બાતમી મળી હતી જેના આધારે માળીયા ટેલીફોન એક્ષેન્જ પાછળ રહેણાક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી સમીર ઇબ્રાહીમભાઇ કટીયા જાતે મીયાણા (ઉ.૨૩) રહે. ટેલીફોન એક્ષેન્જ પાછળ માળીયા વાળાની પોલીસે દારૂની મોટી ૧૦૮ અને નાની ૯૪ આમ કુલ મળીને ૪૯,૯૦૦ ના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરેલ છે આ કામગીરી પીએસઆઈ એન.એચ.ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા અને યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી
