મોરબીના માળીયા(મિં.)માં રહેણાક મકાનમાંથી ૨૦૨ બોટલ દારૂના જથ્થા સાથે એક પકડાયો
મોરબીના લાલપર પાસે કારખાનામાં દાઝી જતા અવસાન પામેલ બાળકીને સ્મશાનમાં દફનાવાયેલ હોય ત્યાંથી મૃતદેહ કાઢી પીએમ માટે તજવીજ શરૂ
SHARE









મોરબીના લાલપર પાસે કારખાનામાં દાઝી જતા અવસાન પામેલ બાળકીને સ્મશાનમાં દફનાવાયેલ હોય ત્યાંથી મૃતદેહ કાઢી પીએમ માટે તજવીજ શરૂ
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામની સીમમાં આવેલ પ્લાયના કારખાનાની અંદર મજૂરીકામ કરતાં અને મુળ મધ્યપ્રદેશના રહેવાસી યુવાન અને તેના પત્ની પોતાની ચાર વર્ષીય દીકરી સાથે રહીને મજૂરી કામ કરતા હતા દરમિયાન કારખાનાની અંદર પડેલ ભુસાની અંદર પડતા ગુંગણાઇ જવાથી બાળકીનું મોત નીપજ્યું હતું અને ચાર વર્ષની બાળકીનું મોત નિપજતાં તેણીના પિતા દ્વારા ત્યાં લાલપર ગામ નજીક આવેલ સ્મશાન પાસે બાળકીના મૃતદેહની દફનવિધિ કરવામાં આવી હતી.જે અંગે જાણ થતાં હાલમાં તાલુકા પોલીસે બાળકીના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે લઇ જવા માટે તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામની સીમમાં આવેલા રેમ્બો-૨ નામના પ્લાયના કારખાના લેબર કવાટરમાં રહેતા અને મૂળ ખટોરા તાલુકો ખોરાઇ જી.સાગર મધ્યપ્રદેશના વતની ચંદનભાઈ સુન્નાભાઈ ભીલ જાતે આદિવાસી નામનો ૩૦ વર્ષીય યુવાન પોતાની પત્ની અને ચાર વર્ષની દીકરી અભિલાષા લાલપર ગામે રેમ્બો પ્લાયમાં રહીને મજૂરી કામ કરતો હતો.દરમિયાનમાં રેમ્બો-૨ નામના કારખાનામાં પડેલ ભુસાના ઢગલામાં રમતા રમતા પડી જવાથી અભિલાષા ચંદનભાઈ આદિવાસી નામની ચાર વર્ષની બાળકી ગુંગણાઇ જતા તેને લાલપર ગામે આવેલ શુભમ ક્લિનિકમાં તેના પિતા દ્વારા લઇ જવાઇ હતી.જોકે ત્યાંથી તેને સિવિલે લઈ જવાનું કહેતા સિવિલે લઇ જતા સમયે રસ્તામાં જ અભિલાષા નામની બાળકીનું મોત નીપજ્યું હતું.જેને પગલે મૃતક અભિલાષાના પિતા ચંદનભાઇએ પોલીસમાં જાણ કર્યા વિના મોરબીના લાલપર ગામ પાસે આવેલ સ્મશાનની પાસે બાળકીની દફનવિધિ કરી નાખી હતી. જે અંગે જાણ થતાં હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા બાળકીના મૃતદેહને બહાર કાઢીને પીએમ સહિતની આગળની વિધિ કરવા માટે મૃતદેહને બહાર કાઢવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. બીટ જમાદાર મહીલા એએસઆઇ જીજ્ઞાશાબેન કણસાગરા તેમજ પીએસઆઇ ડી.વી.ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામના રહેવાસી ગંગાબેન રમેશભાઈ નાયક નામની ૪૨ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં ખાડો આવતાં બાઇકની પાછળથી તેઓ પડી ગયા હતા તેથી તેમને સારવાર મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર રહેતા હાર્દિકભાઈ પ્રવીણભાઈ પરમાર નામના ૧૪ વર્ષીય સગીરને ઉમિયા સર્કલ પાસે બાઇક સ્લીપ થઇ જવાના બનેલા બનાવમાં ઇજાઓ થતા તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
