મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ


SHARE









મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગર વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી ગુમ થઈ જતા પોલીસને જાણ કરવામાં આવેલ છે.જેથી પોલીસે નોંધ કરીને તપાસ શરૂ કરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે મયુદ્દીનભાઈ વલીભાઈ વાટિયા (૫૧) રહે.કાંતિનગર સામાકાંઠે મોરબી-૨ એ જાહેર કર્યુ હતુ કે તેમની પુત્રી જાસ્મીનબેન મયુદ્દીનભાઈ (ઉમર ૨૦) રહે.કાંતિનગર ગત તા.૯-૬ ના સવારે પાંચેક વાગ્યે ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર કયાંક ચાલ્યા ગયેલ છે.ઘરમળે શોધખોળ કરવા છતાં તેણીનો પતો લાગ્યો નથી.જેથી હાલ પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરી છે.જેની તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

એસિડ પી જતા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ખાતે રહેતા પરિવારની એલિસાબેન અનિલભાઈ કાંજીયા નામની ૧૬ વર્ષની સગીરા છાત્રાલય રોડ નજીક કોઈ કારણોસર એસીડ પી ગઇ હતી.જેથી તેણીને અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવને પગલે હોસ્પિટલમાંથી પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના ભગવાનભાઈ ખટાણા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીની અવની ચોકડી પાસેના ગોપી ટાવર ખાતે રહેતા અરજણભાઈ સુંદરજીભાઈ દલસાણીયા નામના ૬૪ વર્ષના આધેડ કોઈ કારણોસર અજાણી દવા પી જતા તેઓને અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના નવા બસ સ્ટેશન પાસે કચરો વિણતા સમયે અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા ઉકાભાઇ નાનજીભાઈ બામણીયા (૫૦) નામના આધેડને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

જેતપર ગામે ઝપાઝપીમાં ઇજા

મોરબીના જેતપર ગામે હાલ વીજ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે.તેમાં વળતર મુદ્દે ગ્રામજનો દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે.ત્યારે પોલીસ સાથે ઝપાઝપીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં જયશ્રીબેન અમિતભાઈ ભાડેજા 37(૩૮) તથા કૈલાશબેન મહેશભાઈ અઘારા (૪૭) રહે.બંને જેતપર તેમજ સામેના પક્ષેથી પોલીસ સ્ટાફ પૈકીના નાઝમીનબેન અલીભાઈ દલ (૨૬), કિંજલબેન કિશોરભાઈ ટુકડીયા (૨૭) તેમજ સહદેવસિંહ ભાવસિંહ ચૌહાણને ઝપાઝપીમાં સામસામે ઇજાઓ થઈ હોય પાંચેયને સારવાર માટે લઈ જવાયા હતા.જે અંગે નોંધ થતા રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી.

લીલાપર રોડે મારામારી

મોરબીની લીલાપર ચોકડી પાસે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં કમલેશ બટુકભાઈ વનોડીયા (૩૪), પુરબભાઈ ગેલાભાઈ કાત્રોડીયા (૩૨), દલસુખભાઈ કિશોરભાઈ જખવાડિયા (૩૬) તથા ભારતીબેન દલસુખભાઈ જખવાડિયા (૩૬) ને ઇજાઓ થઈ હતી.તેમજ દિનેશભાઈ પ્રભુભાઇ ઓગણીયા (૨૫), મહેશભાઈ વશરામભાઈ ઉઘરેજા (૩૫) અને વિનોદભાઈ જીવાભાઇ વનોણીયા (૪૦) તેમજ વિક્રમ પ્રભુભાઈ ઓગણીયા (૩૨), પ્રભુભાઈ પોપટભાઈ ઓગણીયા (૭૦), લીલાબેન પ્રભુભાઈ (૬૫) અને પૂનમબેન વિનોદભાઈ (૪૦) ને ઇજાઓ થયેલ હોય તમામને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતેથી બનાવની તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને કારણ અંગે તપાસ કરવામાં આવી હતી

 




Latest News