મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું


SHARE







મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું

મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે આજે વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી, રાજ્યના મંત્રી તેમજ સાંસદ, માજી મંત્રી, માજી સાંસદ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને છેલ્લા 12 વર્ષમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલા અનેકવિધ વિકાસ કામોની વાતોને આગેવાનો દ્વારા કરવામાં આવી હતી અને તેઓની કામ કરવાની કાર્યપ્રણાલીમાંથી શીખ લઈને જો ભાજપના દરેક કાર્યકરો કામ કરશે તો સો ટકા આગામી સમયમાં ખૂબ સારા પરિણામો મળશે તેવી લાગણી વ્યક્ત કરી હતી

મોરબીના સનાળા ગામ પાસે આવેલ ભાજપના કમલમ કાર્યાલય ખાતે આજે અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા 12 વર્ષમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના છેવાડાના માનવી સુધી જે લોકોને સુખ સુવિધાઓ મળે તેના માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તેનો લાભ મેળવવાથી લોકોને કેટલો ફાયદો થયો છે આ તમામ માહિતી આગેવાનો દ્વારા ભાજપના કાર્યકર્તાઓને આપવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા, રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા ભાજપના પ્રભારી મંત્રી ગજેન્દ્રભાઈ સક્સેના, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબીના મેર ઉત્તમભાઈ સુરાણી, પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરીયા અને મેઘજીભાઈ ચાવડા જિલ્લા ભાજપના મહામંત્રી નિર્મલભાઇ જારીયામ તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ જયંતીભાઈ કવાડિયા સહિતના અગ્રણીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને નરેન્દ્ર મોદી સાથે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યારે દેશના વડાપ્રધાન છે ત્યાં સુધીમાં તેઓએ કરેલી કામગીરીને સૌ આગેવાનોવગોળી હતી અને તેઓ દ્વારા જે રીતે ઝડપથી લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટેની કામગીરી કરવામાં આવે છે તેમાંથી પ્રેરણા લઈને ભાજપના દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો, કાર્યકર્તાઓ દ્વારા કામ કરવામાં આવશે તો સો ટકા તેના સારા પરિણામો મળશે અને લોકોની સુખ સુવિધાઓમાં પણ વધારો થશે તેવી લાગણી સૌ કોઈ વ્યક્ત હતી.






Latest News