મોરબી જલારામ પ્રાર્થના મંદિરે સદાવ્રત ભોજન કરાવીને જન્મદિનની ઉજવણી કરાઇ
SHARE









મોરબી જલારામ પ્રાર્થના મંદિરે સદાવ્રત ભોજન કરાવીને જન્મદિનની ઉજવણી કરાઇ
વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબીના કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગીયાએ તેમના ૨૯ મા જન્મદિનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી. પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદિનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના કૃષિતભાઈ સુવાગીયાએ સેવા કાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે. જેથી મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ સહિતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદીનની શુભકામના પાઠવી હતી.
