મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો
માળીયા(મી)ના પંચવટી ગામે પંચાયત મંત્રીનું કરાયું સન્માન
SHARE









માળીયા(મી)ના પંચવટી ગામે પંચાયત મંત્રીનું કરાયું સન્માન
૨૦૦૧મા ભૂકંપ પછી ખીરઈમાંથી અલગ થઇ નવા બનેલા પંચવટી ગામને પોતાની એક અલગ ગ્રામ પંચાયત મળે અને ગામના વિકાસકાર્યને વેગ મળે તેવી ગ્રામજનોની લાંબા સમયની માંગને ધ્યાનમાં લઈ પંચવટી ગામલોકોની લાગણી અને માંગણીને માન આપી મંત્રી બ્રીજેશભાઇ મેરજા ગામના આગેવાનો સાથે મળી આ કઠીન કામ બહુ ટુકા ગાળામાં અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપી લોકહિત અને ગામના વિકાસ માટે આપેલ વચન પૂર્ણ કરતાં ગ્રામજનો દ્વારા પંચવટી ગામના સૌ ગ્રામજનોએ મંત્રી બ્રિજેશભાઇનુ ઢોલનગારા અને સામૈયા સાથે ખુબજ ઉમળકાભેર સ્વાગત કરેલ અને તેમનો જાહેરમા આભાર વ્યક્ત કરવા સત્કાર સમારંભનુ આયોજન કરેલ.
આ પ્રસંગે બ્રિજેશભાઈ મેરજા દ્વારા લોકોના પ્રશ્નો માટે સતત જાગૃત રહી અને લોકહિતના કાર્ય કરતા રહેવાની ખાતરી આપી અને ગ્રામવિકાસના કાર્યોને લઇને ગામલોકોના કોઇપણ પ્રશ્નોમાટે તેમની કચેરીના દ્વાર હંમેશા ખુલા હતા અને રહેશે તેમ જણાવેલ. આ કાર્યક્રમમાં માળિયા તા.પં.ના પ્રમુખ રમેશભાઈ રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા, સુભાષભાઈ પડસુંબિયા, જયોતિસિંહ જાડેજા સહિત આગેવાનો હાજર રહેલ. નવી ગ્રામ પંચાયત માટે જહેમત ઉઠાવનાર નિલેશભાઈ સંઘાણી અને હર્ષદભાઈ કાચરોલાનું પણ ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા કમલેશભાઈ દલસાણીયા અને યુવા ટીમ દ્વારા જહેમત ઉઠાવેલ. કાર્યક્રમને અંતે શૈલેષભાઈ સાણજાએ આભાર વ્યક્ત કરેલ.
