મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE







મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા આધેડ મહિલા કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર પાણીના ટાંકામાં અકસ્માતે પડી ગયા હતા જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા લીલાવતીબેન મગનભાઈ સાણંદિયા (55) નામના મહિલા ગઈકાલે પોતે પોતાના ઘરે હતા ત્યારે બપોરના 12:30 વાગ્યાના અરસામાં તેઓ પોતે પોતાના ઘરની અંદર આવેલ પાણીના ટાંકામાં અકસ્માતે પડી ગયા હતા જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી 

બાળકી સારવારમાં

સુરજબારી ખાતે રહેતી નસીમ અબ્દુલભાઈ સાચા (6) નામની બાળકીને સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને  સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

ફિનાઇલ પી જતાં સારવારમાં

માળીયા તાલુકાના નાનાભેલા ગામે રહેતા રાહુલ રમેશભાઈ ચાવડા (23) નામના યુવાને કોઇપણ કારણોસર પોતાના ઘરે હતો ત્યારે ફિનાઇલ પી લીધું હતુ જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

યુવાન સારવારમાં

માળીયા મીયાણામાં રહેતા ઉસ્માન સલેમાનભાઈ જામ (35) નામનો યુવાન કોઈપણ કારણોસર પડી ગયો હતો જેથી તેને શરીરે ઇજાઓ થઇ હોવાથી ઈજાગ્રસ્ત યુવાનને માળિયા અને ત્યાર બાદ મોરબી  સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News