મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે


SHARE









હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે

હળવદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ કવાડિયા ચેકપોસ્ટ પાસેથી આઇસર ટ્રક પસાર થઈ રહ્યો હતો જે ટ્રકને રેન્જ આઇજીની ટીમ દ્વારા રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની મોટી કુલ મળીને 9,456 બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ, વાહન, મોબાઈલ વગેરે મળીને 52.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને માલ મોકલાવનાર તથા ટ્રક આપનારના નામ સામે આવ્યા હોય તેના સહિત તપાસમાં જેના નામ ખૂલે તે તમામની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.

હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ કવાડિયા ચેકપોસ્ટ પાસેથી આઇસર ટ્રક નંબર એચઆર 38 એઇ 0201 પસાર થઈ રહ્યું હતું જેને રેન્જ આઈજીની ટીમ દ્વારા રોકવામાં આવ્યું હતું અને તે આઇસરને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી સાઇઝની કુલ મળીને 9456 બોટલો મળી આવી હતી જેથી 32,84,268 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 20 લાખ રૂપિયાની કિંમતનું વાહન અને 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન વગેરે કુલ મળીને 52,89,260 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને હાલમાં આઇસરના ચાલક અરબાઝ રહીશ મેવ (22) રહે. રવા ગામ ફિરોજપુર હરિયાણા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો મોકલાવનાર તરીકે શર્માજી અને ટ્રક આપનાર આસિફના નામ સામે આવ્યા હોય ત્રણ વ્યક્તિઓ તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News