મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ


SHARE









મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ

મોરબીમાં યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી જે ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ફોનથી ધમકીઓ આપવામાં આવતી હતી જેથી હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીએ આપઘાત કર્યો હતો.જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવતીની માતાએ બે મહિલા સહિત કુલ 3 વ્યક્તિઓની સામે દીકરીને મરવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે.જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધર્મેન્દ્રભાઈ જીતેન્દ્રભાઈ પરમારના પત્ની, સંજયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર તથા મનીષાબેન સંજયભાઈ પરમાર રહે.બધા મેટોડા હાઇવે રોડ હરીપરના પાટીયા પાસે કાલાવડ રોડ રાજકોટ વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તા.7 /6 ના રોજ બપોરના પોણા-એકાદ વાગ્યાના અરસામાં તેમની દીકરીએ આરોપીઓના ત્રાસથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર છતમાં લગાવેલા હૂક સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જેથી હાલમાં મૃતક યુવતીના માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત 3 વ્યક્તિઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.વધુમાં મૃતક યુવતીના પરિવારજન પાસેથી મળતી માહિતિ મુજબ ફરિયાદીની દીકરી મોરબીના આવેલા શો-રૂમમાં કામ કરતી હતી અને તેઓના કૌટુંબિક બહેનના જેઠ દ્વારા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.જેથી કરીને યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી.અને આ ફરિયાદમાં સમાધાન કરવા માટે અવાર નવાર ફોન કરીને ધમકીઓ આપવામાં આવતી હતી.જેથી કંટાળીને યુવતીએ આપઘાત કર્યો હતો.જે બનાવની ફરિયાદ લઈને હળવદ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.




Latest News