મોરબી નજીક શક્તિ ચેમ્બર પાસે રીક્ષામાંથી નીચે ઉતરતા યુવાનને બાઇક ચાલકે હડફેટે લેતા મોત
વાંકાનેર પાલિકાના કર્મચારી સામે આશિયાના સોસાયટીની મહિલાએ નોંધાવી ફરિયાદ
SHARE
વાંકાનેર પાલિકાના કર્મચારી સામે આશિયાના સોસાયટીની મહિલાએ નોંધાવી ફરિયાદ
વાંકાનેર શહેરમાં આવેલ આશિયાના સોસાયટીની અંદર થોડા દિવસો પહેલા પાલિકા દ્વારા ભૂતિયા નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા ત્યાર બાદ પાલિકાના કર્મચારી સામે સ્થાનિક મહિલાઓ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા જો કે, પોલીસે તેઓની ફરિયાદ લીધી ન હતી અને ગઇકાલે વાંકાનેર પાલિકાના સ્ટાફની ફરિયાદ લેવામાં આવી હતી જેથી વાંકાનેર પોલીસ સ્ટેશનમાં મહિલાઓનો ફરિયાદ નોંધવા માટે હાલમાં હંગામો કર્યો હતો ત્યાર બાદ પોલીસે ભોગ બનેલ મહિલાની ફરિયાદ નોંધતા મામલો થાળે પડ્યો હતો
થોડા દિવસો પહેલા આશિયાના સોસાયટીના ભૂતિયા નળ કનેક્શન કાપ્યા હતા ત્યાર બાદ પાલિકના કર્મચારીની સામે સ્થાનિક મહિલાઓ દ્વારા છેડતી સહિતના આક્ષેપો કરવામાં આવ્યા હતા જો કે, મહિલાઓની ફરિયાદ લેવામાં આવેલ ન હતી અને ગઇકાલે પાલિકના કર્મચારીની ફરિયાદ લઈને સરફરાજ મકવાણા સહિત બે વ્યક્તિની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેથી કરીને આશિયાના સોસાયટીની મહિલાઓ વીફરી હતી અને મહિલાઓ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને પહોચીને ભૂતિયા નળ કનેક્શન કાપવા માટે પાલિકાના કર્મચારી આવ્યા હતા ત્યારે સરફરાજ ત્યાં હાજર ન હતો છતાં પણ તેની સામે કેમ ગુનો નોંધાયો છે તેવો મહિલાઓએ સવાલ કર્યો હતો અને પાલિકાના કર્મચારીની ફરિયાદ લેવાઈ તો મહિલાઓની સાથે છેડતી કરવામાં આવી હતી તેની ફરિયાદ કેમ લેવામાં આવી નહીં તેવું કહીને મહિલાઓએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને મોરચો માંડ્યો હતી જેથી વાંકાનેર પોલીસે દ્વારા હાલમાં ગીતાબેન મુકેશભાઇ મકવાણા જાતે કોળી (ઉ.૩૫)ની ફરિયાદ લીધેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, પાલિકાના કર્મચારી અશોકભાઇ રાવલ તેઓના રહેણાક વિસ્તારમા ગેરકાયેદસર નળ કનેકશનની શંકા હોય ચેક કરવા માટે આવેલ હતા ત્યારે તેઓ અને અન્ય મહિલાઓ ભેગી થઈ હતી ત્યારે અશોકભાઇ રાવલે તેઓને ગાળો આપી હતી અને ધકકો મારતા પડી દઈને મુંઢ ઇજા કરીને ધાકધમકી આપી હતી જેથી પોલીસે પાલિકાના કર્મચારી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે