મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી


SHARE









હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી

હળવદના ઢવાણા ગામે રહેતા યુવાનના પિતાની હત્યા કરવામાં આવી હતી જેનો કેસ પાછો ખેંચી લેવા માટે યુવાનને કહ્યું હતું ત્યારે યુવાને કેસ પાછો ખેંચવાની ના પડી હતી જેથી બે શખ્સો દ્વારા તેને ગાળો આપીને હાથે પગે ધોકા વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી તથા મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના ઢવાણા ગામે રહેતા વિશાલભાઈ વેરશીભાઈ દુધરેજીયા (24)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મેહુલ સુરેશભાઈ છોગાળા અને રમેશ ઠાકરશીભાઈ છોગાળા રહે. બંને ઢવાણા તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પિતાની હત્યા થઈ હતી જેનો કેસ પાછો ખેંચી લેવા માટે મેહુલ છોગાળાએ કહ્યું હતું ત્યારે ફરિયાદીએ કેસ પાછો ખેંચવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા રમેશ છોગાળાએ ગાળો આપી હતી માટે ફરિયાદીએ ગાળો બોલવાની તેને ના પડી હતી જેથી રમેશ છોગાળાએ ફરિયાદીને પગના ભાગે ધોકા વડે માર માર્યો હતો અને મેહુલ છોગાળાએ ધોકા વડે ફરિયાદીને હાથ ઉપર માર મારીને ઈજા કરવામાં આવી હતી તેમજ બંને શખ્સોએ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાહેરનામાના ભાંગના બે ગુના નોંધાયા

હળવદમાં કામે રાખેલા શ્રમિકો ની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી તેમજ તેના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા અને પોલીસને માહિતી આપવામાં આવી ન હતી જેથી કરીને શ્રમિકોને કામે રાખનાર મયુદ્દીનભાઈ રહીમભાઈ લોલાડીયા (38) રહે. રેલવે સ્ટેશન નજીક પોસ્ટ ઓફિસ પાસે હળવદ અને અશોકભાઈ શાંતિલાલ સંતોકી (48) રહે. સરા રોડ નંદન બંગલોઝ મકાન નંબર 58 હળવદ વાળાની સામે જાહેરનામા ભંગના જુદાજુદા બે ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી 




Latest News