મોરબીમાં હિંદુત્વ પેરેડાઈમ પુસ્તકના વ્યાખ્યાનનો કાર્યક્રમમાં બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં સંપન્ન
મોરબીથી શ્રીનાથજી એસટીની વોલ્વો બસને લીલી ઝંડી આપી બ્રિજેશભાઇ મેરજાએ કરાવ્યુ પ્રસ્થાન
SHARE









મોરબીથી શ્રીનાથજી એસટીની વોલ્વો બસને લીલી ઝંડી આપી બ્રિજેશભાઇ મેરજાએ કરાવ્યુ પ્રસ્થાન
રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી નવા એસ.ટી. બસ સ્ટેશનથી શ્રીનાથજી એસ.ટી. વોલ્વો એ.સી. બસને લીલી ઝંડી આપીને બસના નવા રૂટનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબીના પ્રવાસીઓની લાગણી અને માંગણી હતી કે શ્રીનાથજી જેવા ધાર્મિક સ્થાન સુધી બસની સેવા મળી રહે. તેથી મોરબીના ધારાસભ્ય તરીકે મોરબીવાસીઓની માંગને વાચા આપીને રાજ્યના વાહનવ્યવહાર મંત્રી સમક્ષ રજૂઆત કરતાં આ માંગને તાત્કાલીક સ્વીકારીને મોરબીથી નાથદ્વારા બસ ફાળવવામાં આવી છે આ બસ મોરબીથી દરરોજ સાંજે ૬.૩૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૫.૦૦ વાગ્યે શ્રીનાથજી પહોંચશે જેથી કરીને ભાવીકોને મંગળા આરતીના દર્શનનો પણ લ્હાવો મળી શકશે. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, પાલીકા પ્રમખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઇ દેસાઈ તથા નગરપાલીકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
