મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના સુખપર નજીક ટ્રેક્ટરની પાછળના ભાગમાં બાઇક અથડાતાં યુવાનનું મોત


SHARE









હળવદના સુખપર નજીક ટ્રેક્ટરની પાછળના ભાગમાં બાઇક અથડાતાં યુવાનનું મોત

માળીયા ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ સુખપર ગામના પુલ પાસેથી ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ટ્રેક્ટરની આડે ગાય આવતા તેણે ટ્રેક્ટરને બ્રેક કરી હતી દરમિયાન પાછળના ભાગમાં આવી રહેલા બાઈકનો ચાલક ટ્રેક્ટરની પાછળ અથડાયો હતો જેથી બાઇક ચાલકને કપાળ અને નાકના ભાગે ગંભીર ઇજા થઈ હોય તેને તાત્કાલિક સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

કચ્છ જિલ્લાના રાપર તાલુકાનાં નલિયા ટીબા વિસ્તારના રહેવાસી પ્રવીણભાઈ બાબુભાઈ મકવાણા (39) નામનો યુવાન બાઈક લઈને માળિયા ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ સુખપર ગામના પુલ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલા ટ્રેક્ટરની પાછળના ભાગમાં બાઇક અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને કપાળ અને નાકના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની અનિલભાઈ કૈલાશભાઈ દેવદા (26) રહે. ધનાળા તાલુકો હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મળતી વિગત પ્રમાણે અનિલભાઈ દેવદા પોતાનું ટ્રેક્ટર નંબર એમ.પી. 69 એ 1946 લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળના ભાગે પ્રવીણભાઈ તેનું બાઇક નંબર જીજે 12 ઇબી 3931 લઈને આવી રહ્યા હતા અને ટ્રેક્ટરની આડે ગાય આવતા ટ્રેક્ટરને બ્રેક કરી હતી ત્યારે પાછળના ભાગે આવી રહેલા પ્રવીણભાઈ બાઈક સાથે ટ્રેક્ટરની પાછળ અથડાતા તેઓને ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું. જે બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 




Latest News