મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

રમતના માધ્યમથી માણસના જીવનમાં ખેલદીલીની ભાવના ઉદ્દભવે: બ્રિજેશભાઇ મેરજા


SHARE

















રમતના માધ્યમથી માણસના જીવનમાં ખેલદીલીની ભાવના ઉદ્દભવે: બ્રિજેશભાઇ મેરજા

મોરબી પરશુરામ પોટરી ખાતે એકતા ગૃપ દ્વારા આયોજીત વરિયા પ્રજાપતિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા ઉપસ્થિત રહયા હતાં. આ પ્રસંગે રાજયમંત્રી બ્રજેશભાઇ મેરજાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે માણસના જીવનમાં રમતનું અનેરૂ મહત્વ રહેલ છે. રમતના માધ્યમથી માણસના જીવનમાં ખેલદીલીની ભાવના ઉદ્દભવે થાય છે અને એકબીજા પ્રત્યેની અણગમાની વૃતિ મટે છે. સમયાંતરે વિવિધ રમતોનું આયોજન કરવું દરેક સમાજ માટે આવકારદાયક હોવાનું પણ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રી વ્યસ્ત કાર્યક્રમમાં હોવા છતાં મોરબી પરશુરામ પોટરી ખાતે એકતા ગૃપ દ્વારા આયોજીત વરિયા પ્રજાપતિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહી પોતે પણ ક્રિકેટની રમત રમી હળવાશ અનુભવી હતી. આ ટુર્નામેન્ટમાં એકતા ઇલેવન- મોરબી, બજરંગ ઇલેવન- મોરબી, લિટલ ક્રિષ્ના ઇલેવન- મોરબી, ક્રિષ્ના ઇલેવન- મોરબી, વરિયા ઇલેવન- થાનગઢ, દક્ષ ઇલેજન- થાનગઢ, મકનસર ઇલેવન- મકનસર, ગજાનન ઇલેવન- મકનસર, એકલવ્ય ઇલેવન- લીલાપર, ન્યુ પ્રજાપત  ઇલેવન ન્યુ પ્રજાપત, વરિયા એ ઇલેવન- રાજકોટ અને નારણીયા ઇલેવન- શનાળાની ટીમો ભાગ લઇ ક્રિકેટ રમત રમશે. આ પ્રસંગે મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચન કરી આ ટુર્નામેન્ટના આયોજન બદલ આયોજકોને બિરદાવ્યા હતાં. આ પ્રસંગે સો ઓરડી વિસ્તારના નગરપાલિકાના સદસ્યઓ, પ્રજાપતિ સમાજના અગ્રણીઓ, રમતવીરો સહિત શહેરીજનો ઉપસ્થિત રહયા હતાં.




Latest News