મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું


SHARE









મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું

મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠન માળખામાં આજે એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણનો ઉમેરો થયો છે. મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા દ્વારા લિખિત ‘પાથેય’ નામના પ્રેરણાદાયી પુસ્તકનું વિમોચન ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઇ દવેના હસ્તે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે કરવામાં આવ્યું હતું.

આ પુસ્તક વિશે વિશેષ માહિતી આપતા જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોડીયાએ જણાવ્યુ હતું કે, આ પુસ્તક માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ ભાજપના કાર્યકર્તાઓ માટે વૈચારિક ભાથું (પાથેય) પૂરું પાડે છે. આ પુસ્તકમાં મહત્વપૂર્ણ વિષયો ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક અને રસપ્રદ માહિતી આપવામાં આવી છે. જનસંઘની સ્થાપનાથી લઈને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સુધીની સંઘર્ષ ગાથા, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના મૂળ સમાન ‘પંચનિષ્ઠા’ની વિસ્તૃત સમજ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા પક્ષના પથદર્શકોના જીવન અને કાર્યોનું આલેખન, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં જાગ્રત થયેલી રાષ્ટ્રચેતના અને વિકાસયાત્રાની ગૌરવશાળી વિગતો આપવામાં આવી છે.

આ પુસ્તક વિમોચન પ્રસંગે પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઇ દવેએ લેખક અને જિલ્લા અધ્યક્ષ  જયંતીભાઈ રાજકોડીયાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ પુસ્તક આગામી પેઢીના કાર્યકર્તાઓ માટે માર્ગદર્શિકા સાબિત થશે. પક્ષના પાયાના સિદ્ધાંતો અને રાષ્ટ્રવાદની ભાવનાને જન-જન સુધી પહોંચાડવામાં 'પાથેય' મોટું યોગદાન આપશે. આ તકે મોરબી જિલ્લા ભાજપના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુસ્તકના સફળ પ્રકાશન બદલ જયંતીભાઈ રાજકોડીયાને શુભેચ્છાઓ આપી હતી.




Latest News