મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ


SHARE





મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ

મોરબીના બે જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી યુવતી અને પરણીતા ગુમ થઈ હોવાની જાણ પોલીસને કરવામાં આવેલ છે.મળતી માહિતી પ્રમાણે લીલાપર ગામે રહેતા પરિવારની યુવતી ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ ગઈ છે.તે રીતે જ મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે રહેતા અને ખેત મજૂરીનું કામકાજ કરતા પરિવારની પરણીતા કોઈ કારણોસર કહ્યા વગર ગુમ થઈ ગઈ હોય હાલ પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના લીલાપર ગામે નવાગામ જતા રસ્તે રહેતા અને મૂળ થાન તાલુકાના નવાગામના વતની લક્ષ્મણભાઈ સાદુરભાઈ બારૈયા કોળી (૪૭) દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરવામાં આવ્યું હતું કે ગત તા.૧૨-૬ ના રોજ તેમની દીકરી ભાવનાબેન લક્ષ્મણભાઈ બારૈયા (ઉમર ૨૨) રહે.હાલ લીલાપર તા.જી. મોરબી પંકજ પોટરી પાસે વાળી ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે.પરિવાર દ્વારા ઘરમેળે તપાસ કરવા છતાં ભાવનાબેનનો કોઈ પતો લાગ્યો ન હોય હાલ પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા આ બાબતે નોંધ કરી ગુમ થયેલ ભાવનાબેનને શોધવા ચક્રો ગતિમાન કરાયા છે.જ્યારે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે રણછોડભાઈ રબારીની વાડીએ રહી ખેત મજૂરીનું કામ કરતા નૂરલાભાઈ ચમારીભાઈ બારીયા નામના ૩૦ વર્ષના યુવાને પોલીસ સ્ટેશન ખાતે જાહેર કર્યું હતું કે, ગત તા.૬-૫-૨૬ ના રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં તેમની પત્ની સંગીતાબેન નુરલાભાઈ બારીયા (ઉમર ૨૩) હાલ રહે.ગોર ખીજડીયા તાલુકો જીલ્લો મોરબી વાળી ઘરે કોઈને કંઈ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે અને ઘરમેળે તપાસ કરવા છતાં પણ સંગીતાબેનનો કોઈ પતો લાગે નથી.જેથી હાલ પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમનોંધ દાખલ કરવામાં આવી છે.જેની આગળની તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
ગુમ પરત
થોડા દિવસો પહેલા મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ભાવનાબેન મુકેશભાઈ વાઘેલા કોળી (૪૦) દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, તેમની દીકરી જ્યોતિબેન મુકેશભાઈ વાઘેલા રહે.વીસીપરા મોરબી વાળી કોઈને કંઈ કહ્યા વગર તા.૨૮-૬ ના સવારે છ વાગ્યે ચાલ્યા ગયેલ.જોકે બે દિવસ બાદ ગુમ થયેલ જ્યોતિબેનનો પતો લાગ્યો હતો અને સામે આવ્યુ હતુ કે તેની ઈચ્છા વિરુદ્ધ ઘરના લોકો તેની અન્ય જગ્યાએ સગાઇ કરાવતા હોવાથી તે પોતાના મિત્ર ઈબ્રાહીમ હાજીભાઇ જામ મીંયાણા (૨૧) રહે.કાંતિનગર માળીયા ફાટક પાસે મોરબી-૨ સાથે ચાલ્યા ગયેલા હતા અને હાલ તેઓ મળી આવ્યા હોય પરિવારને સુપ્રત કરાયેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે આવેલ ધરમપુર ગામે રહેતા જગદીશભાઈ વજાભાઈ કરગટા નામનો ૩૩ વર્ષનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે ટંકારા તાલુકાના ઓટાળા ગામ પાસે બપોરના બે વાગ્યાના અરસામાં તેના બાઇકને અજાણી કારના ચાલેકે હેડફેટે લીધુ હતુ.જેથી ઇજા પામેલા જગદીશભાઈને ટંકારા સીવીલ હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતી શબાનાબેન રમઝાનભાઈ જેડા નામની ૨૮ વર્ષની યુવતીને ઘરે મારામારીના બનાવમાં ઈજા થઈ હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી.જેથી બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ. જાપડીયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.




Latest News