મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ


SHARE









મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ

મોરબીમાં રાત્રિના સમયે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કર્યો હતો અને કહ્યું હતું કે, એક અજાણ્યા વૃદ્ધા ઘુટુ ગામે શેરીમા રસ્તામાં ઘણા સમયથી બેઠા છે વૃદ્ધા શું બોલે છે તે કશું જ સમજાતું નથી અને સરખું સરનામું પણ આપતા નથી તેમજ વૃદ્ધા ગભરાયેલ હાલતમાં છે જેથી અભયમ મહિલા હેલ્પલાઇનની ટિમ ત્યાં પહોચી હતી.

ત્યાર બાદ અભયમની ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન પટેલ તેમજ પાયલોટ વિરમભાઇ જીડએ વૃદ્ધને ભોજન કરાવ્યુ હતું ત્યાર બાદ સાંત્વના આપીને તેની સાથે વાતચીત કરી હતી ત્યારે વૃદ્ધાએ જણાવ્યું હતું કે મારું વતન હાલ એમ.પી. છે પરંતુ મારો દિકરો અને દિકરાની વહુ મોરબીમાં એક કંપનીમાં મજુરી કામ કરે છે છેલ્લા એક મહિનાથી હું મારા દિકરા અને વહુ સહિતનાં પરિવાર સાથે મોરબીમાં રહું છું મને મોરબી રહેવું ફાવતું ન હોય અને મારાં ઘરની એમ.પી.ની યાદ આવતી હતી જેથી મારો દિકરો અને દિકરાની વહુ મજુરી કામ કરવા માટે ગયા હતા ત્યારે હું ઘરે એકલી હતી અને મારે મારા ઘરે એમ.પી.મા જવું હતું જેથી હું મોરબી રેલ્વે સ્ટેશન જવા માટે નીકળી હતી જો કે, રેલ્વેસ્ટેશનનો રસ્તો ભુલી ગઈ હતી. ત્યારબાદ વૃદ્ધાના દિકરાનો સંપર્ક કર્યો હતો અને ત્યારે વૃદ્ધાના દીકરાએ કહ્યું હતું એમ.પી.મા પરિવારના કોઈ સભ્ય રહેતા નથી અને તેઓની માતાને મોરબીમાં રહેવું ફાવતું ન હોય વારંવાર તેઓ ઘરેથી નીકળી જાય છે. જેથી વૃદ્ધા અને તેના દીકરાને જરૂરી માર્ગદર્શન આપીને વૃદ્ધાનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.




Latest News